Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં હોળ ગામે જુગાર રમાડનાર એક ઈસમ ઝડપાયો

  • April 30, 2022 

મનિષા સુર્યવંશી /વ્યારા : નિઝર પોલીસ સ્ટાફનાં માણસો ગુરુવારે સાંજે ખાનગી વાહનમાં બેસી બીટ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સાતોલા ગામમાં રહેતા જગદીશભાઈ ભીમસિંગભાઈ ભીલ પોતાના ગામની ઘરની સામે આવેલ જાહેર રસ્તા ઉપર પૈસાની હાર જીતનો આંકડનો જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીનાં આધારે પોલીસે બાતમીવાળી જગ્યા ઉપર જઈ રેડ કરતા એક ઈસમ પકડાઈ ગયો હતો.



ત્યારબાદ પોલીસે પકડાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ જગદીશભાઈ ભીમસિંગભાઈ ભીલ (રહે.સાતોલા ગામ, કુકરમુંડા)ના હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ પોલીસે પકડાયેલ ઈસમની અંગઝડતી પેન્ટના પાછળના ખિસ્સા માંથી જુદા-જુદા દરની ચલણી નોટો જુગારનાં સાધનો મળી આવ્યા હતા. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે પકડાયેલા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application