આપત્તિના સમયે બચાવ કામગીરીને બહેતર બનાવી શકાય તેવા હેતુ સાથે ઉચ્છલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સોનગઢ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આગ જેવી દુર્ઘટનાઓ સમયે અગમચેતીના ભાગરૂપે ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ગડત ગામ ખાતે કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફાયર એક્ષટિંગ્યુસર બોટલનો ડેમો બતાવવામાં આવ્યો હતો.
આ મોકડ્રીલમાં હોસ્પિટલના કર્મચારીગણ, ફાયર બ્રિગેડના જવાનો અને સિક્યુરીટી સ્ટાફ વગેરે સંયુક્ત રીતે મોકડ્રીલમાં જોડાયા હતા. ચીફ સિકયુરિટી ઓફિસર દ્વારા અવારનવાર તબીબી, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને મોકડ્રીલ અંગેની તાલીમ આપવામાં આવે છે, જેથી વાસ્તવિક દુર્ઘટના બને ત્યારે આ તાલીમનો ઉપયોગ કરીને સૌને સલામત રાખી શકે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500