Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાજીપુરા ગામમાંથી નશો કરી બાઈક હંકારી લઈ આવતો ઈસમ ઝડપાયો

  • May 09, 2021 

વાલોડના બાજીપુરા ગામમાંથી નશાની હાલતમાં પુરઝડપે બાઈક હંકારી લઈ આવતા એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા. તે સમય દરમિયાન બાજીપુરા ગામમાં આવેલ ઈન્ડીયન પેટ્રોલપંપ સામે રોડ ઉપરથી આવતી એક બજાજા કંપની પલ્સર મોટરસાઈકલ નંબર જીજે/05/સીએલ/1588નો ચાલક દીપકભાઈ સુભાષભાઈ પટેલ રહે.મંગલપાર્ક સોસાયટી, બાજીપુરા ગામ, વાલોડનાએ પોતાના કબ્જાની બાઈક નશાની હાલતમાં વાંકી-ચુકી તથા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવતા વાહન ચેકીંગમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ તેજસભાઈની ફરિયાદના આધારે દીપક પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application