ઉચ્છલ તાલુકાનાં જુના વડપાડા ગામમાં વડીલો પાર્જીત જમીનની વહેંચણી કરવા બાબતે બે પરિવારો વચ્ચે ઝગડો થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ, જુના વડપાડા ગામમાં રહેતા જીતેન્દ્રભાઈ જયસીંગભાઈ વસાવા અને તેમની પત્ની અશ્વિનીબેન બંને ઘરકામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે અને જુના વડપાડા ગામમાં જ રહેતા કાંતુભાઈ મોગ્યાભાઈ વસાવાના ઘરની સામે વડીલો પાર્જીત ખેતીની જમીન આવેલ છે જે જમીન બાબતે ગામના આગેવાનોની હાજરીમાં જમીનની વહેચણી કરવા માટે અશ્વિનીબેન તેમના સાસુ વિનાબેન જયસીંગભાઈ વસાવા, જેઠ મિતેશભાઈ જયસીંગભાઈ વસાવા તથા જેઠાણી કલ્પનાબેન મિતેશભાઈ વસાવા બધા મળી ને ભેગા થયેલ હતા. તે સમયે જીતેન્દ્રએ કહ્યું કે,આપણી વડીલો પાર્જીત ખેતીની જમીન માંથી મારા ભાગે આવતી જમીન મને આપી દેશો જે સાંભળીને, સાસુ અને જેઠ-જેઠાણી ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ બોલાચાલી ઝઘડો કરી અને નાલાયકો ગાળો આપી તેમજ અશ્વિનીબેનને ઢીક્કા મુકિનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે અશ્વિનીબેનએ ઉચ્છલ પોલીસ મથકે સાસુ અને જેઠ-જેઠાણી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500