મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડના તીતવા ગામે આવેલ પેટ્રોલ પંપ પાસે પતિ-પત્ની અને વો જેવો બન્યો એક બનાવ, જેમાં પત્નીને મારામારી ઈજાગ્રસ્ત કરનાર અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર પતિ સહીત ત્રણ સામે વાલોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડનાં કહેર ગામનાં પટેલ ફળિયામાં રહેતા અંજુબેન આનંદભાઈ ગામીત (ઉ.વ.36) નાઓના પતિ બાજીપુરા ખાતેની સુમુલ દાણ ફેકટરીમાં સિક્યુરીટી તરીકે દિવસ-રાતની શીફટમાં નોકરી કરે છે. પરંતુ અંજુબેનનાં પતિ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખી તેમની સાથે બોલા ચાલી અને ઝઘડો તેમજ માર ઝુડ કરે છે.
જેથી ગામમાં જ રહેતી અને સુમુલ દાણ ફેકટરીમાં સિક્યુરીટી તરીકે કામ કરતા પ્રગ્નાબેન મહેશભાઈ ચૌધરી નાંઓને ફોન કરી પગાર થઈ ગયેલ છે કે કેમ?? તેમ પૂછતા પ્રગ્નાબેનએ પગાર થઈ ગયેલ છે અને અંજુબેનને તેમના પતિનો પ્રીતિબેન સંદિપભાઈ ચૌધરી સાથે સંબધ હોવાથી તેમને પૈસા આપવા માટે જશે અને બંનેને રંગે હાથે પકડી લઈશ તેવું વિચારી બાજીપુરા સુમુલ ડેરી પાસે ગઈ હતી અને ત્યાં પ્રીતિબેન બસમાંથી સુમુલ ડેરી પાસે ઉતારી હતી અને તેનો છોકરો ક્રેન્સ બાઈક લઈને તેણે લેવા આવ્યો હતો અને તેઓ મઢી બાજુ જવા નીકળ્યા હતા.
તે સમયે અંજુબેન પણ તેમનો પીછો કરતા કરતા તીતવા ગામે આવેલ પેટ્રોલપંપ પાસે પહોંચ્યા ત્યારે તેમના પતિ પ્રીતિબેનને પૈસા કાઢી આપતા હતા તે સમયે સ્થળ ઉપર અંજુબેન પહોંચી ગયા હતા જેથી અંજુબેનનાં પતિ નાઓએ નાલાયક ગાળો આપી અને ઢીક મુક્કીનો મારમારી અને નીચે પાડી દીધી હતી અને તું આજે ઘરે આવ તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી તથા પ્રીતિબેન અને ક્રેન્સ ચૌધરી નાઓએ મારમારી એક બીજાની મદદથી મારમારી કરી ગુનો કર્યો હતો. બનાવ અંગે અંજુબેન ગામીત નાંએ વાલોડ પોલીસ મથેક તેમના પતિ આંનદભાઈ ગામીત, પ્રીતિબેન ચૌધરી અને ક્રેન્સ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500