ઉચ્છલનાં ફોરેસ્ટ ઓફિસની સામેથી લાઈસન્સ વગર પુરઝડપે અને ગફલતભરી રીતે બાઈક લઈ આવતા એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલ-નવાપુર જાહેર રોડ ઉપર રવિવારે સાંજે વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન નવાપુર તરફથી આવતી એક યામાહા કંપનીની નંબર વગરની આર-1 મોટરસાઈકલનો ચાલક સાગરભાઈ સંજયભાઈ કોંકણી રહે.પી.ડબ્લ્યુ.ડી.રેસ્ટ હાઉસ નવાપુર, જિ.નંદુરબાર મહારાષ્ટ્રનાએ પોતાના કબ્જાની બાઈક વગર લાઈસન્સે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વાહન ચેકીગમાં ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દાનુભાઈની ફરિયાદના આધારે સાગર કોંકણી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application