ઉચ્છલ તાલુકાનાં માણેકપુર ગામ નજીકના જાહેર રોડ પર એક ટેમ્પોની પાછળ બાઈક અથડાતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, માણેકપુર ગામ નજીકથી પસાર થતા નિઝર ઉચ્છલ રોડ ઉપરથી પસાર તથો એક આઈસર ટેમ્પો નંબર જીજે/05/એટી/2662નો ચાલકે રોડ ઉપર આવતા જતા વાહનોને અડચણ રૂપ થાય અને ગાડીની સિગનલ લાઈટ ચાલુ રાખ્યા વગર રોડ ઉપર મૂકીને જતો રહો હતો. તે સમય દરમિયાન, સુલેમાનભાઈ જીવાલ્યાભાઈ ગામીત (ઉ.વ.29) રહે.નુરાબાદ ગામ, લીમડા ફળિયું, ઉચ્છલનાએ પોતાના કબ્જાની મોટરસાઈકલ નશાની હાલતમાં લઈ આવી ટેમ્પોની પાછળ અથડાવતા ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
બનાવ અંગે પોલીસ સબ ઈન્સ્પેકટર રાજસંગભાઈએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500