વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામના ગામીત ફળિયામાં શુકનપાર્કની પાછળ શેરડી કટિંગ કરતા મજૂરોનો પડાવ આવેલ છે. ત્યાં પડાવમાં રહીને આસપાસના તમામ વિસ્તારોમાં શેરડી કટિંગની મજુરી અર્થે આવેલ શ્રમજીવી પરિવારો શેરડી કટિંગ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
સામાભાઈ રામભાઈ પવાર(ઉ.વ.55)નો પરિવાર તથા તેમની 7 વર્ષીય પૌત્રી સપના સુખલાલ પીંપળ(રહે.વઝરપાડા, તા.સાક્રી, જી.ધુલીયા,મહારાષ્ટ્ર) ભાનાવાડી ગામે શેરડી કટિંગ માટે ગયા હતા. શેરડી કાપીને ટ્રકમાં ભરવામાં આવતા જે ટ્રકમાં બેસીને 7 વર્ષીય સપના તથા તેમના સબંધીઓ સાથે આવી રહી હતી. તે સમય દરમિયાન પડાવ પાસે ટ્રકમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતી વખતે સપનાને વ્યારા તરફથી આવતી રિક્ષા નંબર જીજે/26/ડબ્લ્યુ/0119ના ચાલકે પોતાની રીક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા બાળકીને અડફેટેમાં લેતા બાળકીને જમણા હાથની કોણી પાસે ફ્રેકચર તથા પેટના ભાગે ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તુરંત જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટરએ મૃત જાહેર કરી હતી. અકસ્માત કરનાર રિક્ષા ચાલક યાકુબભાઈ ફતેસિંગભાઈ ગામીત(રહે.બેડવાણ ભેંસરોટ, તા.સોનગઢ)ના સામે વ્યારા પોલીસ મથકે સામાભાઈ પવારએ ફરિયાદ આપી હતી, જે ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500