વ્યારાના આંબીયા ગામે ઝાડી ફળિયામાં રહેતાં જીતેન્દ્રભાઈએ પોતાના ઘરની બાજુમાં આવેલ કુવાના પાણીમાં કુતરાનું બચ્ચું (ગલુડીયુ) પડી જતાં તેને બચાવવા જતાં પોતે પણ કુવામાં પડી જતાં મોત નિપજયું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના આંબીયા ગામના ઝાડી ફળિયુંમાં રહેતા 51 વર્ષીય જીતેન્દ્રભાઈ દલસિંગભાઈ ચૌધરી, પોતાના ઘરની બાજુમાં આવેલ કુવાના પાણીમાં કુતરાનું બચ્યું (ગલુડીયુ) પડી જતા તેમને બચાવવા માટે કુવાની બાજુમાં આવેલ સાગના ઝાડ સાથે નાયલોનનું દોરડુ બાંધી દોરડા મારફતે કુવાના પાણીમાં ઉતરતા હતા તે વેળાએ અચાનક દોરડુ તૂટી જતા જીતેન્દ્રભાઈ કુવાના પાણીમાં પડી ગયા હતાં. જેમને તરતા આવડતું ન હોય જે કુવામાં આશરે ત્રીસેક ફુટ જેટલું ઉંડુ પાણીમાં ડુબી જવાથી તેઓનું મૃત્યુ થયું હતું. આ અંગે જીતેન્દ્રભાઈનાં પુત્ર કૃણાલભાઈએ વ્યારા પોલીસમાં જાણ કરતાં વ્યારા પોલીસે અકસ્માત મોત ની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application