નિઝર તાલુકાના સાયલા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં સમાવેશ રૂમકીતલાવ ગામના બસ સ્ટોપ નજીકથી એક 10 વર્ષીય અજાણ્યા બાળક મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દાસુભાઈ વસાવા દ્વારા જી.આર.ડી તરીકે ફરજ બજાવતા રાજેશભાઈને જાણ કરાતા તેમના દ્વારા ચાઈલ્ડ લાઇનના હેલ્પ લાઇન નંબર 1098 પર જાણ કરાઈ હતી અને બાળકને માતા પિતા સુધી પહોંચાડવાની મદદ માંગી હતી. જેથી નિઝર વિકલ્પ ચાઈલ્ડ લાઈનની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચીને બાળકનો કબ્જો લઇ આગળની કાર્ય વાહી હાથ કરવામાં આવી હતી.નિઝર વિકલ્પ ચાઈલ્ડ લાઈન 1098, સબ સેન્ટરનાં કોઓર્ડીનેટર મનીષભાઈને તાપી ચાઈલ્ડ લાઈનમાંથી ફોન આવતા જણાવ્યું હતું કે, સુરતથી એક બાળક રૂમકીતલાવ ગામની સિમમાં નીકળી આવેલ છે અને તેમને હેલ્પ જોઈએ છે, જેથી નિઝર ચાઈલ્ડ લાઈનના કોઓર્ડીનેટર તેમના ટીમ મેમ્બર સાથે રૂમકીતલાવ ગામ ખાતે જઈને બાળકનો કબ્જો લીધો હતો. ત્યાંથી નિઝર ખાતે પોલીસ સ્ટેશનમા જઈ ફરિયાદ નોંધાવી હતી.ત્યારબાદ બાળકનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે નિઝર સીએચસી ખાતે લઇ જઈને બાળકને કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું અને ડોક્ટરને બતાવી બાળકનું ફિટનેસ ચેકઅપ કરાવ્યું જેમાં કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમજ ફિટનેસ પણ સારું હોવાથી નિઝરની કાર્યવાહી પૂરી કરી તાપીના વ્યારા સીડબ્લ્યુસી ચિલ્ડ્રન હોમમા લઈ ગયેલ છે. જ્યાં બાળકને સમિતિ સમક્ષ રજુ કરી તેમને કબ્જો આપેલ છે જેની કાર્યવાહી સીડબ્લ્યુસી દ્વારા કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application