મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ભાનાવાડી ગામમાં એક ઘરનાં કામ માટે લોખંડના સળીયા મુકેલ હતા જયાંથી કોઈક અજાણ્યા ચોર ઈસમે સળીયા ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુધ્દ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે 5 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, વ્યારા નગરનાં શિવ શક્તિ પાર્ક મુસા રોડ પર ચૌધરી સમાજની વાડી પાસે રહેતા દિનેશભાઈ બાલુભાઈ ગામીત (મૂળ રહે.પલાસીયા ગામ, પટેલ ફળિયું, તા.ડોલવણ) નાઓની ભાનાવાડી ગામ ખાતે આવેલ સર્વે નંબર-528 વાળી જમીનમાં ઘર બનાવવા માટે લાવેલ લોખંડનાં સળીયા મુકેલ હતા.
જેમાંથી ગત તારીખ 29/02/2024નાં રોજ લોખંડનાં 12 મી.મી.નાં 6 નંગ જેનું વજન 450 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 26,100/- તથા 10 મી.મી.નાં 5 નંગ જેનું વજન આશરે 370 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 21,914/- તેમજ 8 મી.મી.નાં 3 નંગ જેનું વજન 225 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 13,612/- મળી કુલ રૂપિયા 61,626/-નાં લોખંડનાં સળીયાની ચોરી કરી કોઈ અજાણ્યા ચોર ઈસમ ફરાર થઈ ગયો હતો. ચોરી અંગે દિનેશભાઈ ગામીત નાએ તારીખ 10/૦૩/2024નાં રોજ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જોકે આ ગુન્હાની તપાસ હાથ ધરવામાં આવતાં તાપી એલ.સી.બી. પોલીસ તથા પેરોલ ફલો સ્કોર્ડ તાપી સ્ટાફનાં માણસોએ તારીખ 11/૦૩/2024નાં રોજ ખાનગી બાતમીના આધારે લોખંડનાં સળીયાની ચોરી કરનાર 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા જેમાં અશ્વિન ઉર્ફે ડેબો નવિનભાઈ ગામીત (રહે.ઈન્દુ ગામ, કોલોની ફળિયું, વ્યારા), વિજય ઉર્ફે વિજલો ભીમટો શ્યામભાઈ ગામીત (રહે.સિંગી ફળિયું, વ્યારા), રિંકેશ અનિલભાઈ ગામીત (રહે.ઈન્દુ ગામ, બાવળી ફળિયું, વ્યારા), કોશીક માલુભાઈ ગામીત (રહે.ચીખલવાવ ગામ, આમલી ફળિયું, વ્યારા) અને મયુર દેવેન્દ્રભાઈ ગામીત (રહે.ચીખલવાવ ગામ, આમલી ફળિયું, વ્યારા)નાઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
તેમજ ઝડપાયેલ આરોપીઓને વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસને સોંપવામાં આવ્યા હતા.જયારે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે,વ્યારાનાં કણઝા ફાટકનાં મહાદેવનગરમાં રહેતા સોહેલભાઈ કાસમભાઈ મલેક નાંઓ મજુરી કામ તથા પશુપાલન કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે જોકે તેમના વાડીમાંથી પણ ગત તારીખ 21/02/2024નાં રોજ રાત્રીનાં સમયે એક બકરી તથા આઠ બકરા જે આશરે અઢારથી ઓગણીશ માસના હતા તેમજ એકની કિંમત રૂપિયા બે હજાર હતી આમ એક બકરી અને આઠ બકરા મળી નવની કિંમત રૂપિયા 18,000/- હતી જેની ચોરી કર્યાની પણ કબુલાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500