Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડમાં જાહેરનામાંનો ભંગ કરતા 4 ઈસમો ઝડપાયા

  • May 13, 2021 

વાલોડ પોલીસ સ્ટાફના માણસો બુધવારે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર તેમજ ગ્રાહકો વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર તથા ગ્રાહકો માટે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સની વ્યવસ્થા ના હોઈ પોતાની તથા લોકોની જિંદગી જોખમાય એવું બેદરકારી ભર્યું વર્તન કરતા 4 ઈસમો પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

 

જાહેરનામાંનો ભંગ કરનાર 4 ઈસમો.......

ભવાની ફળિયામાં આવેલ જાહેર રોડ ઉપર મોઢે માસ્ક પહેર્યા વગર અને લોકોની વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર વિજય શૈલેશ રાઠોડ રહે.કોઠી ફળિયું,વાલોડ,

 

 

રાધાક્રિષ્ન હોટલની સામે કૃપા ઓટો ગેરેજ ઉપર માસ્ક પહેર્યા વગર અને લોકો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર સાજન અર્જુન વસાવા રહે.સંજય કોલોની,બાજીપુરા,

 

 

ગોલણ ગામના ખાખર ફળિયામાં, સાવરિયા કિરાણા સ્ટોર્સ નામની દુકાન સામે ગ્રાહકો માટે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સની વ્યવસ્થા ના હોઈ તેમજ માસ્ક પહેર્યા વગર ગોવિંદ નાનુરામ કુમાવત,

 

 

વાલોડ ચાર રસ્તા રોડ ઉપર જાહેરમાં બાઈક ઉપર મોઢે માસ્ક પહેર્યા વગર આવતા અશ્વિન વિનોદ ગામીત રહે.ગાંધી ફળિયું,વાલોડના ચાર જુદા-જુદા બનાવમાં તમામ ઈસમોને વાલોડ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application