Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાજીપુરા ગામના સુરત-ધુલીયા હાઈવે પરથી બે કારમાંથી 3.94 લાખનો દારૂ પકડાયો

  • October 28, 2021 

મનિષા સૂર્યવંશી/વ્યારા : તાપી પ્રોહીબીશન સ્કોડ સ્ટાફના માણસો તાપી જિલ્લા વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે

 

 

 

 

પોલીસે બાજીપુરા ગામના સુરત ધુલીયા નેશનલ હાઈવે નંબર-53 બાયપાસ રોડ પરથી, સચીન રમેશ મિશ્રા (ઉ.વ.24, રહે.શ્રીજી દર્શન સોસાયટી, એસ્સાર પેટ્રોલપંપ પાસે, ઉકાઈ રોડ, સોનગઢ) નાને મારૂતિ અરટીગા ગાડી નંબર જીજે/21/બીસી/3793 અને મહિન્દ્રા એક્સયુવી-500 ગાડી નંબર જીજે/06/એલબી/1940માં ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની તથા બીયરના ટીનની નાની-મોટી કુલ 3131 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 3,94,320/- હતી.

 

 

 

 

આમ, પોલીસે બે ગાડીઓ જેની કીંમત રૂપિયા 7,50,000/- તથા 3 નંગ મોબઈલ અને દારૂની તથા બીયરના ટીનની નાની-મોટી 3131 બોટલો મળી કુલ રૂપિયા 11,48,320/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે અન્ય 7 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application