Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ નેશનલ હાઈવે પરથી ગેરકાદેસર પશુઓ લઈ જતી 3 ટ્રકો પકડાઈ

  • August 07, 2021 

તાપી જિલ્લામાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા સ્ટાફને મળેલ બાતમીના આધારે, ભરૂચથી ભેંસો ભરીને 3 ટ્રકો સોનગઢ ચેકપોસ્ટ વટાવીને હાલ ઉચ્છલ તરફ જઈ રહી છે. જેથી તાપી કંટ્રોલ દ્વારા ઉચ્છલ પોલીસને ટ્રક સહિતની જાણકારી આપવામાં આવતા પોલીસે રાત્રિના સમયે હાઈવે ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન કંટ્રોલ  રૂમમાંથી મળેલ સુચના પ્રમાણેની ટ્રકો બાબતે હાઈવે પર તપાસ કરતા ભેંસો ભરેલી 2 ટ્રક જામકી ગામે તાપી હોટલ પાસેથી મળી હતી, જયારે 1 ટ્રકને કટાસવાણ ગામે બેડકીનાકા પાસેથી પોલીસે ઝડપી લીધી હતી. ત્યારબાદ ત્રણેય ટ્રકોની તપાસ કરતાં ટ્રકોમાં કોઈ પણ પ્રકારના ચારા કે પાણીની સગવગ વિના અને સક્ષમ અધિકારીની પરવાનગી વગર વહન કરવામાં આવતી કુલ 26 ભેંસ અને 13 પાડિયા મળી કુલ 39 પશુઓ ખીચોખીચ સ્થિતિમાં કુરતા પૂર્વક બાંધેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. ગુજરાત સરકારના 2013ના અધિનિયમ પ્રમાણે રાજ્યમાંથી દુધાળા પશુઓ અન્ય રાજ્યમાં લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેનો પણ આ પ્રકરણમાં ભંગ થયો હતો.

 

 

 

 

ઉચ્છલ પોલીસ દ્વારા 3 ટ્રકમાંથી મળી આવેલા સાહેબ રામચંદ્ર મોહીતે (રહે.ધુલિયા), ટ્રકચાલક મહેશભાઈ ભાઈલાલ વસાવા (રહે.વડોદરા),તેમજ દીપક બાપુજી કંખરે, નંદકિશોર રામચંદ્ર ખવલે (બંને રહે.અમલનેર), ટ્રક ચાલક મહમદ જફી ઉલ્લાહ અઝીઝ શેખ, શબીર યુસુફ મારવાડી અને અનીલ ધ્યાનચંદ યાદવ (ત્રણેય રહે.ભરૂચ)ના ઓની અટક કરી હતી અને ભરૂચથી ટ્રકમાં ભેંસો ભરાવનાર મુનાફ ઈબ્રાહીમ ઠાકોર અને અખ્તર સાબિર નાગોરી બંનેને વોન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓની પૂછપરચ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ટ્રકમાં ભરૂચથી ભેંસો અને પાડિયા ભર્યા હતા અને મહારાષ્ટ્ર લઈ જવામાં આવતા હતા. આમ, ઉચ્છલ પોલીસે તમામ આરોપીઓ સામે પશુક્રુરતા અધિનિયમ અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application