Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણમાં માસ્ક વગર 3 ઈસમો ઝડપાયા

  • May 18, 2021 

ડોલવણ પોલીસ સ્ટાફના માણસો સોમવારે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક પર આવતા જતા તેમજ જાહેરનામાનો ભંગ કરી પોતાની તથા લોકોની જિંદગી જોખમાય એવું બેદરકારી ભર્યું વર્તન કરતા 3 ઈસમો પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

જાહેરનામાનો ભંગ કરતા 3 ઈસમો.....

ડોલવણ પોલીસ સ્ટેશનની સામે નાકા પોઈન્ટ પાસે જાહેર રોડ ઉપર મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક લઈ આવતા, તરુણ તેરસીંગ ચૌધરી રહે.ડોલવણ, રણજીત નટુ ગામીત રહે.રીંગણકચ્છ ગામ અને વિપુલ મગજી પટેલ રહે.ડોલવણના ઓને ઝડપી પાડી ડોલવણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application