વાલોડ પોલીસ સ્ટાફના માણસો શુક્રવારે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન ગ્રાહકોને સોશીયલ ડીસ્ટન્સમાં ઉભા રહેવા માટે જરૂરી કુંડળા નહિ પાડી તેમજ જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર ફરતા ઈસમોને પોલીસ પેટ્રોલીંગમાં ઝડપી પાડી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ 3 સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
જાહેરનામાનો ભંગ કરતા ઈસમો.....
વાલોડના ચાર રસ્તા ઉપર જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક લઈ આવતો, ભરત ગોમાભાઈ ચૌધરી રહે.ખાંભલા ગામ,
વાલોડના ચાર રસ્તા પાસે આવેલ સ્ટાઈલ જેન્ડસ હેર સલુનની દુકાનમાં ગ્રાહકો માટે સેફ ડીસ્ટન્સની વ્યવસ્થા રાખ્યા વગર અને ગ્રાહકો માટે જરૂરી કુંડળાની વ્યવસ્થા વગર, ગેહરીલાલ ડાલચંદ સોલંકી રહે.વાલોડ ગામ,
બાજીપુરા નાકા પોઈન્ટ પાસેના જાહેર રોડ ઉપરથી એક ટેમ્પો ચાલક મોઢે માસ્ક પહેર્યા વગર, ધુલેશ પાચાભાઈ ભરવાડ રહે.નનસાડ ગામના ઓને ત્રણેયને જુદા જુદા બનાવમાં ઝડપી પાડી તમામ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાધ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500