મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં રાણીઆંબા રેલવે ફાટક તરફનાં કાચા રસ્તા પાસેથી બે મોટર સાઈકલ ઉપર ત્રણ ઈસમોને ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થો સાથે ઝડપી પાડી કાર્યવાહી કરી હતી, જયારે ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, પ્રોહી સ્પેશલ ટીમ સુરત માણસો ગુરૂવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહી અંગની પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ફરતા ફરતા સોનગઢનાં ઓટા ચાર રસ્તા ખાતે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રનાં લક્કડકોટ તરફથી બે મોટરસાયકલ ઉપર ગોકુળ ઉર્ફે કનો શંકરભાઈ ગામીત તેના બે સાથીયો સાથે ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો લઇ સોનગઢનાં રાણીઆંબા ગામ થઈ વ્યારા તરફ આવનાર છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફનાં માણસોએ સોનગઢનાં રાણીઆંબા રેલવે ફાટક તરફના કાચા રસ્તા પાસે નાકાબંધી કરી છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમી વાળી મોટર સાયકલને આવતા જોઈ પોલીસે લાકડીનાં તથા ટોર્ચનાં ઇશારે ઉભા રહેવાનો ઈશારો કરતા બંને મોટરસાયકલનાં ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ ઊભી રાખી હતી ત્યારબાદ પોલીસે પહેલા મોટરસાયકલ નંબર GJ/26/AC/6725નાં ચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ, જગદીશભાઈ સુમનભાઈ ગામીત (રહે. કટાસવાણ ગામ, બોંડા ફળિયું, ઉચ્છલ)ના હોવાનું જણાવ્યું હતું.
તેમજ પાછળ બેસેલી ઈસમનું નામ પુછતાં તેણે પોતાનું નામ, ગોકુલ ઉર્ફે કનો શંકરભાઈ ગામીત (રહે.શિવાજીનગર, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું અને બીજી નંબર વગરની મોટર સાયકલના ચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ બીપીનભાઈ માધુભાઈ ગામીત (રહે. શિવાજીનગર, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ત્રણેય ઈસમનો સાથે રાખી બંને મોટરસાયકલ ઉપર મુકેલ વિમલના કાપડના થેલામાં તેમજ ખાખી પૂઠાનાં બોક્ષમાં ખોલી જોતા વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 456 બોટલો મળી આવી હતી.
જોકે પોલીસે આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ક્યાંથી લાવેલ અને કયા આપવાના હતા તે બાબતે ત્રણેય ઈસમોને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો લક્કડકોટ ખાતેથી બસીર નામનો ઇસમ આપી ગયેલ હતો તેમજ આ દારૂનો મુદ્દામાલ વ્યારા તાલુકાનાં નાની ચીખલી ગામે રહેતા રહીશ વિજયભાઈ દલુભાઈ ગામીત અને વ્યારા ટાઉનમાં રહેતા શ્રેયસ ઉર્ફે માંજરો નાઓને આપવાનો હતો.
આમ, પોલીસે વગર પાસ પરમીટે ભારતીય બનાવટની અલગ-અલગ વિદેશી દારૂની કુલ 456 બોટલો જેની કીમત રૂપિયા 33,600/- તથા 3 નંગ મોબાઇલ જેની કિંમત રૂપિયા 15,000/- અને બે મોટરસાઈકલ જેની કિંમત રૂપિયા 60,000/- મળી કુલ રૂપિયા 1,08,600/- મુદ્દામાલ કબજે કરી ત્રણેય ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે દારૂ ભરી આપનાર અને દારૂ મંગાવનાર એમ ત્રણ ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500