Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભડભૂંજામાં વરલી મટકાનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા,1 વોન્ટેડ

  • June 22, 2021 

જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે, સોમવારે બપોરે ભડભૂંજા ગામના રેલ્વે સ્ટેશન ફળીયામાંથી રમેશભાઈ વામનભાઈ ગામીત રહે.ભડભૂંજા ગામ, રેલ્વે સ્ટેશન ફળિયું, ઉચ્છલનાને મોબાઈલ ફોનમાં વોટ્સઅપ પર મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાઓ પર જુગાર રમાડતો ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

 

 

 

તેમજ પોલીસ રેડમાં સ્થળ પરથી જુગાર રમતા આમિતભાઈ તારીયાભાઈ ગામીત રહે.આનંદપુર ગામ અને વિકાસભાઈ આલુંભાઈ ગામીત રહે.ભડભૂંજા ગામ નાઓને પણ ઝડપી પાડી રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગારના સાધનો સહિત કુલ રૂપિયા 33,630/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

 

 

 

 

ત્યારબાદ એલસીબીની તપાસ અને પૂછપરછમાં વરલી મટકાનો મુખ્યસૂત્રધાર અમિતભાઈ અશોકભાઈ શિંદે રહે.ભડભૂંજા ગામ,રેલ્વે સ્ટેશન ફળિયું, ઉચ્છલનાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસકર્મીની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application