Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટીચકપુરા બાયપાસ હાઈવે પર દારૂનાં જથ્થા સાથે 2 ઈસમો ઝડપાયા

  • February 13, 2021 

સોનગઢ-સુરત હાઈવે ઉપર ટીચકપુરા બાયપાસ પાસે વ્યારા પોલીસ વાહન ચેકિંગ કરતા હતા. તે સમય દરમિયાન ત્યાંથી પસાર થતી સેન્ટ્રો કાર નંબર જીજે/05/સીએફ/7336ને અટકાવી ને તપાસ કરાતા કાર માંથી 34,500/- રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

 

 

 

પોલીસે 34,500/-નો દારૂનો જથ્થો તથા કાર અને મોબઈલ મળી કુલ રૂપિયા 1,13,500/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક લક્ષ્મીકાંત બાબુરાવ આહિર(રહે.પરવત પાટીયા,સુરત)ને પાસ પરમીટ વગર દારૂનું વહન કરતા હોવાથી તેમને અને તેમનો સાથી સુરજ રાજેન્દ્ર મિસ્ત્રીની અટક કરી, ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application