સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર આવેલા માંડળ ગામના ટોલનાકા પાસેથી ગૌ રક્ષકોએ બાતમીના આધારે બે ટ્રક અટકાવી તેમાંથી પાસ પરમિટ વિના લઈ જવામાં આવતી 10 ભેંસ અને 195 બકરા ઝડપી લઈ પોલીસને સોંપી દીધા હતા. બનાવમાં પોલીસે ટ્રક ચાલક સહિત કુલ આઠ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારા નગરનાં ગૌ રક્ષકોને બાતમી મળી હતી કે, એક ટ્રક નંબર GJ/19/X/5265માં ગેરકાયદે પશુઓ ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યાં છે.
જે બાતમીનાં આધારે કાર્યકર્તાઓ રાત્રીના સમયે માંડળ ગામ પાસેના ટોલનાકા પર ગોઠવાયા હતા. તે દરમિયાન મોડી રાત્રીના 11.30 કલાકે બાતમી પ્રમાણેની ટ્રક આવતાં તેને અટકાવવામાં આવી હતી અને તપાસ કરતાં તેમાંથી કોઈ પણ જાતના પાસ પરમિટ કે પરવાનગી વિના ભરવામાં આવેલી અને ગેરકાયદેસર ટૂંકી દોરી વડે ખીચોખીચ સ્થિતિમાં 10 ભેંસ મળી આવી હતી. જોકે ઘટના અંગે સોનગઢ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સ્થળ પર પહોંચી ટ્રક અને બે આરોપીનો કબ્જો સંભાળી લીધો હતો.
બનાવમાં સીરાજ ઈલિયાસ શેખ (રહે. ફૂલવાડી ગામ, માંડવી) અને રોહિત દલિયા વસાવા (રહે.ધોબણી નાકા, માંડવી) નાની અટક કરવામાં આવી હતી તથા ભેંસ ભરાવી આપનાર આદમ મુલ્લા (રહે.વ્યારા) અને ટ્રક માલિક મુસ્તાક પઠાણ નાને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, સોનગઢ પોલીસે રૂપિયા 1,80,000/-ની ભેંસ અને રૂપિયા 7,00,000/-ની ટ્રક મળી કુલ રૂપિયા 8,80,000/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500