Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : 181 મહિલા હેલ્પલાઇનની ટીમે જનરલ નર્સિંગ સ્કુલ ઇન્દુ ખાતે વિઘાર્થીનીઓને માર્ગદર્શન અને હેલ્પલાઇન વિશે માહિતગાર કર્યા

  • August 22, 2023 

તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા જનરલ નર્સિંગ સ્કુલ ઇન્દુ ખાતે વિઘાર્થીનીઓને માર્ગદર્શન આપી 181 મહિલા હેલ્પલાઇન વિશે માહિતગાર કરેલ તથા એપ્લિકેશનની ઉપયોગીતા જણાવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલ હતા. પીડિત મહિલાઓની મદદ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં  નિ:શુલ્ક સેવા 181 અભયમ મહિલા હેલ્પલાઇન 24×7 કાર્યરત છે જેમાં તાપી જિલ્લા ખાતે જનરલ નર્સિંગ સ્કુલની વિદ્યાર્થીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 181 અભયમ એપ્લિકેશનની ઉપયોગીતા વિશે માહિતી આપી હતી.



જેમાં મહિલાઓ સાથે થતી ઘરેલુહિંસા (શારીરિક, માનસિક, જાતીય, આર્થિક તેમજ કર્યાના સ્થળે જાતીય સતમણી લગ્નજીવન તેમજ અન્ય સંબંધોમાં વિખવાદ  જાતીય સતમણી  છેડતી અને બાળજન્મને લગતી બાબતો સ્ત્રી ભ્રુણ હત્યાં કાનૂની જોગવાઈઓ તેમજ  સાઇબર ગુનાઓ તેમજ સરકારી યોજના ઓ સેવાઓ  અને સહાયક માળખાની માહિતી અપાઈ હતી. 181 મોબાઈલ એપ્લિકેશન Googel Android અને Apple ios બંને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે.



જે એપ્લિકેશન દ્વારા હિંસા છેડતી હેરાનગતિ જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં હોય અને સુરક્ષા મેળવી શકાય છે અને પેનિક બટન દબાવતા જ ઘટના સ્થળ ની માહિતી એપ દ્વારા હેલ્પલાઇન સેન્ટરને પહોંચાડી શકાય છે જેમાં કટોકટી સમયે કોલ કર્યા વગર તરત મદદ મળી શકે છે અને 181 બટન દબાવતા પાંચ સગા સંબંધીઓને મિત્રોને ઓટોમેટીક એસએમએસથી સંદેશ મળી રહે છે જેવી માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવેલ તથા‌ માર્ગદર્શન આપેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application