તાપી 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે જણાવ્યુ કે, તેમની દેરાણીનો છોકરો ત્રણ વર્ષ પહેલાં કેન્સરની બીમારીના કારણે અવસાન પામ્યા હતા તે બાબતે પિડીત બેનને મારા છોકરાને તમે કઈ કરી દીધું છે એવો વહેમ રાખી અવારનવાર મેણાં ટોણા મારે છે અને લડાઈ ઝગડો કરી મારપીટ કરવામા આવે છે અને ડાકણ કહી બોલચાલ કરી પિડીતાની દેરાણી પણ અપશબ્દો બોલે છે અને મારઝૂડ કરી વાત કરે છે તેથી પીડિત બહેનને તું ડાકણ છે તેમ શંકા કરે ઝગડો થયેલ હતો. તેથી તેમના મદદ માટે 181 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તેમને સમજાવવા 181ની મદદ લીધી હતી. આમ, તાપી 181 ટીમ દ્વારા બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને બંને પક્ષોને સમજાવતા તેમની દેરાણી ખોટી શંકા ના કરે અને ઝગડો ના કરે તેમજ કાયદાકીય સમજણ આપેલ હતી. આમ, બંને પક્ષોએ સ્થળ પર લેખિત બાંહેધરી આપતાં તાપી 181 દ્વારા સ્થળ પર નિરાકરણ કરવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application