વ્યારા નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ, કોગ્રેસ અને અપક્ષો મળી કુલ 71 ઉમેદવારો હતા. જે પૈકી ભાજપના 22 અને કોગ્રેસનાં 6 ઉમેદવારો નગરપાલિકાની ચુંટણીમાં જીત્યા હતા. પરંતુ 10 જેટલા ઉમેદવારોને મતદારોએ પૂરતા મત ન આપ્યા હોવાને કારણે ચુંટણી વિભાગમાં ભરવાની થતી તેમણી ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી.
વ્યારા નગરપાલિકાના 7 વોર્ડના 28 બેઠકો માટે ચુંટણી યોજાઈ હતી જેમાં ભાજપ, કોગ્રેસ અને અન્ય પક્ષના મળીને કુલ 71 જેટલા ઉમેદવારો ચુંટણી લડ્યા હતા. વ્યારા નગરપાલિકાની ચુંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો પૈકી મતદારોએ ભાજપના 22 ઉમેદવારો અને કોગ્રેસના 6 ઉમેદવારો વિજય મેળવ્યો હતો. જયારે બીજી તરફ વ્યારા નગરપાલિકા અપક્ષ ઉમેદવારી કરેલા 10 જેટલા ઉમેદવારોને મતદારોએ હાર મળી હતી. જેને લઈને ઉમેદવારોને ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ હતી.
વ્યારા નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેલા નીતિનભાઈ ગામીત, રાજેન્દ્રભાઈ પંચાલ, પરવીન દોરડી, કલ્પેશભાઈ પટેલ, રમણલાલ રાણા, નીતાબેન પારેખ, અજયસિંહ રાજપૂત, લતાબેન ચૌધરી, અતુલભાઈ લોરિયા, અને રમીલાબેન રાણાની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી. વ્યારા નગરપાલિકામાં મતદારોએ ભાજપના 22 ઉમેદવારો પર મહોર લગાવી દેતા સતાનું શાસન આપ્યું હતું, જ્યારે 6 બેઠકો સાથે કોગ્રેસ વિરોધપક્ષ ભૂમિકા ભજવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500