Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકએ મોપેડને અડફેટે લેતા 1 યુવકનું ઘટના સ્થળે મોત, 1 યુવક ઘાયલ

  • January 20, 2021 

સોનગઢ તાલુકાના અગાસવાણ ગામના કેલીયા ફળિયામાં રહેતો 31 વર્ષીય યુવાન ધર્મેશભાઈ રમેશભાઈ ગામીત પોતાની મેસ્ટ્રો મોપેડ બાઈક નંબર જીજે/26/જે/8016 ઉપર મિતુલભાઈ વનિચંદ્રભાઈ ગામીત(ઉ.વ.23, કેલીયા ફળિયા, અગાસવાણ)ની સાથે વ્યારા ખેરવાડા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, તે સમય દરમિયાન એક ટ્રક નંબર જીજે/26/ટી/5120નો ચાલક ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતા અને કોઇપણ પ્રકારની સાઈડ સિગ્નલ આપ્યા વગર અચાનક જમણી તરફ વાળી દેતા ટ્રકનો પાછળનો ભાગ મોપેડ સાથે અથડાયો હતો અને  મોપેડ બાઈક પર સવાર ધર્મેશભાઈને કપાળના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોચતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જયારે તેમની સાથે સવાર મિતુલભાઈને શરીરના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે આ અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાના કબ્જાની ટ્રક છોડી નાસી છુટ્યો હતો.

 

 

આ બનાવ અંગેની ફરિયાદ કાર્તિકકુમાર ધનસુખભાઈ ગામીતએ અજાણ્યા ટ્રક ચાલક સામે કાકરાપાર પોલીસ મથકે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application