કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને વ્યારા પોલીસ સ્ટાફના માણસો બુધવારે નગરના જુદાજુદા એરિયામાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર તેમજ ગ્રાહકો વચ્ચે સેફ ડીસ્ટન્સ જાળવતા ન હોય તેવા 10 લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાહેરનામાંનો ભંગ કરનાર લોકો સામે પોલીસ કાર્યવાહી......
તળાવ રોડ ઉપર જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક પર આવતો અર્જુન કિશન રાકપ્રસેર રહે.માર્કેટયાર્ડ,લુહારવાડ,વ્યારા,
કાનપુરમાં આવેલ હોન્ડા શો રૂમની સામે આવેલ સાહિલ ઓટો ગેરેજ પર મોઢે માસ્ક પહેર્યા વગર કમલેશ વેચીયા ગામીત રહે.મેઘપુર ગામ,પટેલ ફળિયું, દિવ્યેશ જયહિંદ ગામીત અને નિતેશ અનીલ ગામીત બંને રહે.મગરકુઈ ગામ, આશ્રમ ફળિયું,
જુના બસ સ્ટેશન પાસેના રોડ ઉપર જાહેરમાં એક બાઈક ઉપર એકબીજા વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર સુરેન્દ્ર રતિલાલ ગામીત રહે.ગતાડી ગામ, નિશાળ ફળિયું, વિજય રમેશ ગામીત રહે.ભાટપુર ગામ, નિશાળ ફળિયું, અને પિયુસ મહેન્દ્ર વસાવા રહે.ચવડા ગામ, નિશાળ ફળિયું તા.ઉમરપાડા
અંજલી મોબઈલ શોપીંગની બાજુમાં આવેલ જીનામ ઝેરોક્ષ દુકાનમાં મોઢે માસ્ક પહેર્યા વગર અને દુકાનમાં આવતા જતા ગ્રાહકો વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર હેમલ કાના ગાગલ રહે.શ્યામ ગ્રીનલેન્ડ સોયાયાટી,મુસા,
કબુતરખાના પાસે આવેલ એસ.કે.મોબઈલ રિપેરિંગ સેન્ટર નામની દુકાનમાં ગ્રાહકો વચ્ચે સેફ ડીસ્ટન્સ ન હોય તેમજ ગ્રાહકએ મોઢે માસ્ક પહેર્યા વગર લલિત શ્યામ કન્હરે રહે.સિંગી ફળિયું,વ્યારા,
જુના બસ સ્ટેશન પાસે મોઢે માસ્ક પહેર્યા વિના અને લોકોની વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર ઉભો રહેતો ધનસુખ ગામીત રહે.ચાંપાવાડી ગામ, પાંઢર ફળિયું, આમ જુદાજુદા બનાવોમાં જાહેરનામાનો ભંગ કરતા 10 જેટલા કસુરવારોને વ્યારા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500