તાપીના સોનગઢ તાલુકાના ધમોડી ગામની એક પરણિત મહિલાનો 181 મહીલા હેલ્પ લાઈનમાં કોલ આવેલ કે તેમના ગામમાં રહેતા એક વ્યક્તિ પરણિત પુરૂષ દ્વારા તેમની છેડતી કરવામાં આવી છે જેથી તાપી અભયમ રેસકયું ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોચી પરણિત પુરુષને ઝડપી પડ્યો હતો અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં આગળ કાર્યવાહી માટે સોંપેલ છે. મળતી માહિતિ મુજબ, તાપી જિલ્લા સોનગઢ તાલુકાના મહિલા ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે પતિને બીમારી હોવાથી પરિવારની જવાબદારી તેમના પર છે પીડિતાના ઘરથી બીજા ફળીયામાં રહેતા એક પુરૂષ છેલ્લા 3 દિવસથી તેમના ઘરે આવે છે પીડિતાને ગમે તેમ બોલે છે અને પીડિતાના પતિ બીમાર હોવાની જાન હોવાથી તેમની લાચારીનો લાભ લય તેમની સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરેલ જેની જાન પીડિતાએ સમા પક્ષનાં માતા-પિતાને કરી તો તેમણે પીડિતા સાથે ઝગડો કરી હાથ ચાલાકી કરી છે.
તેમજ મારામારી કરતા આ ઘટનાની જાણ 181 મહીલા હેલ્પ લાઇનમાં કોલ કરીની મદદ માગી હતી. અભયમ રેસ્ક્યૂ ટીમ તાપી દ્વારા સ્થળ પર બંને પક્ષની તમામ હકીકત જાણી સામા પક્ષને મહિલાની છેડતી કરવી તે ગુનો બને છે તેનું ભાન કરાવ્યું હતું તેમજ તેના પરિવારને પણ છેડતી નો ગુનો કેટલો ગંભીર ગુનો છે જે વિશે સમજ આપી સામો પક્ષ નશામાં હોવાથી કોઈ વાત સમજી શકે તેમ ના હતા જેથી પીડિતાને કાયદાકીય માહિતી અને પોલીસ કાર્યવાહી વિશે માહિતી આપી આગળ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવેલ છે. તેમજ પીડિતાને ફરી જરૂરત જણાય તો 181 હેલ્પલાઇન પર કોલ કરી મદદ મેળવવાં જણાવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application