સોનગઢ તાલુકાનાં ચાંપાવાડી ગામની એક મહિલા દ્વારા 181 હેલ્પ લાઈનમાં ફોન કરી જણાવવામાં આવેલ કે, તેમના સાસરીમાં તેમના નણંદ તેમની સાથે ઝઘડો કરે છે જેથી તેમને સમજાવવા માટે મદદની જરૂર છે જેથી આ કેસ મળતા તાત્કાલિક તાપીની 181 ટીમ સ્થળ પર પહોંચી જઈ તમામ હકીકત જાણી તો જાણવા મળેલ કે, પીડિતા અને તેમના પતિ બંનેના બીજા લગ્ન છે પીડિતા તેમના સાસરીવાળાને ગમતા ના હોવાથી તેમના પતિ સાથે તેમના પિયરમાં રહે છે.
જયારે હાલ સાસુની તબિયત સારી ના હોવાથી તેમને મળવા માટે સાસરીમાં આવ્યા હતા તો તેમના નણંદ તેમની સાથે ઝગડો કરી ગાળાગાળ કરી ઘરમાંથી કાઢી મુક્યા તેમજ હાથ ચાલાકી કરી તમામ હકીકત જાણી ટીમ દ્વારા બંને પક્ષનું કાઉસ્લીંગ કર્યું હતું તેમજ કાયદાકીય સમજ આપી પીડિતા ના નણંદને પીડિતા સાથે ઝગડા ન કરવા સમઝવેલ તેમજ હાથ ચલાકી કરવી એ ગુનો છે જે વિશે સમજ આપેલ હવે પછી બંને પક્ષ ઝગડા નહિ કરે જે માટે બંને પક્ષને સમજાવી સ્થળ પર સમાધાન કરેલ છે તેમજ પીડિતાને પોલીસ કાર્યવાહી વિશે સમજ આપેલ હતી. પીડિતા હવે સાસરીમાં રહેવા માંગતા નથી જેથી તે પિયરમાંજ પતિ સાથે રહેવા માંગે છે જેથી પીડિતાને મહિલા સહાયતા કેન્દ્ર વિશે માહિતી આપી સ્થળ પર સમાધાન કરેલ છે અને ફરી જરૂર જણાય તો તાપી 181 હેલ્પલાઇનની મદદ લઈ શકો એમ જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application