Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તમિલ એકટર અને નિર્માતા વિશાલ કૃષ્ણ રેડ્ડીનો CBFC પર ભ્રષ્ટ્રાચારનો આરોપ

  • September 30, 2023 

તમિલ એકટર અને નિર્માતા વિશાલ કૃષ્ણ રેડ્ડી જે વિશાલ નામે પણ ઓળખાય છે તેણે પોતાની લેટેસ્ટ ફિલ્મ માર્ક એન્ટાનીની રિલીઝ પછી એક વિવાદ સર્જ્યો છે. એકટરે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ (સીબીએફસી)પર ગંભીર આરોપ લગાડતી એક પોસ્ટ સોશયલ મીડિયા પર શેર કરી છે. જે ચર્ચાને પાત્ર બની ગઇ છે. વિશાલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ભ્રષ્ટાચારને સિલ્વર સ્ક્રીન પર દેખાડવું એ ઠીક છે. પરંતુ વાસ્તવિક જીવનમાં, ભ્રષ્ટાચારનો ભોગ બનવાનો કડવો અનુભવ થાય છે, જે યોગ્ય નથી લાગતો.



ખાસ કરીને સરકારી ઓફિસોમાં અને CBFCના મુંબઇ કાર્યાલયમાં તો સ્થિતિ બહુ ગંભીર છે. બિનદાસ્ત થઇને લોકો લાંચ લઇ રહ્યા છે. મારી ફિલ્મ માર્ક એન્ટોનીની હિંદી આવૃત્તિ માટે મારે 6.5 લાખ ચુકવવા પડયા છે. સ્ક્રીનિંગ માટે રૂપિયા 3 લાખ અને સર્ટિફિકેટ માટે રૂપિયા 3.5 લાખ આપવા પડયા છે. મારી કારકિર્દી દરમિયાનનો આ સૌથી ખરાબ અને કડવો અનુભવ મને થયો છે. અત્યાર સુધીમાં કદી આવી પરિસ્થિતિનો સામનો કર્યો નથી. વિશાલે આ ઉપરાંત પણ ઘણી સ્પષ્ટતાઓ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application