આઝાદિ કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે “મેરી માટી મેરા દેશ” અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી ઉચ્છલ ખાતે યોજવામાં આવ્યો. જેમાં નોડલ નાયબ પશુપાલન નિયામક, અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વાતંત્ર સેનાનીઓ/વીરોને યાદ કરી શીલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે માં સહભાગી થયેલ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓએ સહિત બાળકોએ હાથમાં માટી તેમજ માટીનો દિવો લઇને પંચપ્રાણ પ્રતિજ્ઞા સાથે સેલ્ફી પાડી https://meri maati mera desh.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરી આવી. કાર્યક્રમ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
તેમજ સ્થાનિક સંરક્ષણ કર્મચારી/સી.આર.પી.એફ.અને રાજય પોલીસ કર્મયારીઓના પરિવારને વીરો કા વંદન અંતર્ગત સન્માન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ ૭૫ વૃક્ષો વાવીને વસુધા વંદન અંતર્ગત અમૃત વાટીકા બનાવવામાં આવી. આ કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામ અધિકારીશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રી, સરપંચશ્રી, પદાધિકારીઓ અને કર્મચારીઓએ, બાળકો મોટી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કર્યું હતું ત્યાર બાદ પોલીસ વિભાગ દ્રારા "મારી માટી મારો દેશ” અંતર્ગત રેલી યોજવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application