ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ૭૮-વાહુટીયા મતદાન મથકના બી.એલ.ઓ.ની, રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ની રાજય કક્ષાની ઉજવણીમાં શ્રેષ્ઠ બી.એલ.ઓ. તરીકે પસંદગી કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતુ. સુબીર તાલુકાના મામલતદાર, નાયબ મામલતદાર, બી.એલ.ઓ., સુપરવાઈઝર તથા કચેરી સ્ટાફના માર્ગદર્શન હેઠળ તેઓ દ્વારા વિવિધ કામગીરી જેવી કે સંભવિત મતદારોને શોધી તમામ મતદારોની નોંધણી કરવી, મરણ થયેલ મતદારોના તલાટીના સંપર્કમાં રહી, મરણના દાખલા મેળવી નામ કમી કરવા, તેમજ કોઇ પણ મતદારની મતદારયાદીમાં સુધારા વધારા કરવવા જેવી કામગીરી ખૂબ જ ઝીણવટપૂર્વક કરવામાં આવી છે.
વધુમા તેઓએ ચુનાવ પાઠશાળા અંતર્ગત વિવિધ કામગીરીમાં અગ્રેસર રહી, ગામના યુવાનો સાથે સંપર્ક કરી વોટર હેલ્પલાઇન મારફત ફોર્મ ભરવાનું માર્ગદર્શન આપી, કામગીરી સરળ બનાવવાનો પ્રયત્ન કરેલ છે અને દ્વારા મતદાર અંગેની વિવિધ કામગીરી નિષ્ઠાપૂર્વક કરી જેના પરિણામ સ્વરૂપે આજે ડાંગ જિલ્લા અને સુબીર તાલુકાનું રાજ્ય કક્ષાએ નામ રોશન કરેલ છે. આ ઉપરાંત સુબીર તાલુકાના ૧૫-ગીરમાળ મતદાન મથકના બી.એલ.ઓ. તેમજ બી.એલ.ઓ. સુપરવાઇઝર નાઓને જિલ્લા કક્ષાએ યોજાયેલ રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીમાં શ્રેષ્ઠ બી.એલ.ઓ. તથા શ્રેષ્ઠ સુપવાઇઝર તરીકે સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. જે બદલ સુબીર તાલુકા વહીવટી તંત્ર, શિક્ષણ ટીમ સુબીર, અને સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો દ્વારા ખુશીની લાગણી વ્યક્ત કરી તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500