Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લામાં આગામી તા.25 જાન્યુઆરીનાં રોજ તાલુકા અને ગ્રામકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

  • January 07, 2023 

નર્મદા જિલ્લાનાં પ્રજાજનો માટે અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આગામી તા.25/1/23ના રોજ સવારે 10 કલાકે નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકાઓનો તાલુકા સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ સંબંધિત તાલુકા મામલતદાર ઓની કચેરીમાં અને ગ્રામ્ય સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.25/1/23ના રોજ સવારે 10:30 કલાકે સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીની કચેરીમાં યોજાશે. આ ફરિયાદ નિવારણમાં ભાગ લેવા માટે અરજદારોએ તા.15ના રોજ સાંજે 6 કલાક સુધીમાં તેમનું પુરૂ નામ, પુરૂ સરનામું અને ટેલીફોન/મોબાઇલ નંબરની વિગતો સાથે તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે સંબંધિત મામલતદાર ઓની કચેરીએ અને ગ્રામ્ય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે સંબંધિત ગામના તલાટી-કમ-મંત્રી ની કચેરીએ અરજદારે પોતાની ફરિયાદ અરજી બે નકલમાં રજૂ કરવાની રહેશે.



જયારે નામ વગરની કે અધુરી વિગતોવાળી અરજીઓ ફાઇલે કરવામાં આવશે. પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદો તા.15મી જાન્યુઆરી, 2023 સુધીમાં જે તે ખાતાના પ્રશ્નો અંગે સંબંધિત ખાતાના વડાને સુવાચ્ય અક્ષરે અરજી કરવાની રહેશે અને તેની બે નકલ સંબંધિત મામલતદાર કચેરી, ખાતે તા.15/1/23 સાંજના 6 કલાક સુધીમાં આપવાની રહેશે. ત્યારબાદ મળેલ અરજીઓ કાર્યક્રમમાં લેવામાં આવશે નહિં. કોર્ટને લગતી, નીતિ વિષયક અને કર્મચારીને લગતા તથા સેવા વિષયક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે નહી. એક અરજીમાં એક જ પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે. એક કરતા વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નવાર અને ખાતાવાર અલગ-અલગ અરજી કરવાની રહેશે.




ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે સૌ પ્રથમ ખાતાને અરજી કરેલ હોય અને જે તે ખાતાના વિભાગ મારફતે કોઇ કાર્યવાહી ન થવા પામી હોય અથવા જે તે વિભાગ દ્વારા કોઇ પ્રત્યુતર મળેલ ન હોય તેવી અરજીઓ જ સ્વાગત કાર્યક્રમ હેઠળ કરવાની રહેશે. આ અરજી સાથે જિલ્લામાં જે કચેરીમાં અરજી પડતર છે તેમને કરેલી રજૂઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. અરજદારે આ કાર્યક્રમમાં રજૂ કરેલા પ્રશ્નો તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા જ પ્રશ્નો રજૂ કરવાના રહેશે. અરજી ઉપર તેમજ અરજી મોકલવાના કવર ઉપર “તાલુકા / ગ્રામકક્ષાનો સ્વાગત કાર્યક્રમ” સ્પષ્ટ રીતે લખવાનું રહેશે. સરકારી વિભાગોના જિલ્લા કક્ષાના સંબંધિત અધિકારી ઓએ કલેક્ટરની ચેમ્બરમાં, કલેક્ટર કચેરી, નર્મદા ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. અરજદારે પણ તે જ દિવસે સવારે 10:30 કલાકે દર્શાવેલ સંબંધિત સ્થળે પોતાના પ્રશ્નો અંગેના આધાર-પુરાવા સહિત હાજર રહેવા નિવાસી અધિક કલેકટર, નર્મદા-રાજપીપલા દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application