મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક આઈ.સી.ડી.એસ.ના ઉપક્રમે બારડોલીના સરદાર પટેલ સભા ગ્રહમાં સ્વસ્થ્ય દીકરીઓના સન્માન અને નિયમિત પોષક આહાર લેવા પ્રોત્સાહનના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં “કિશોરી કુશળ બનો” હેઠળ તાલુકા કક્ષાએ “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળાના આયોજનમાં ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારે સુપોષણ યોજનાનો લાભ લઇ સ્વસ્થ્ય થયેલ દીકરીઓનું સન્માન કર્યું હતું અને રાજ્ય અને કેન્દ્ર સરકારની સુપોષણ યોજનાઓનો ગ્રામીણ વિસ્તારની તમામ દીકરીઓએ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કિશોરી કુશળ બનો” હેઠળ આયોજીત સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળામાં કિશોરીઓની સુરક્ષા અને સશક્તિકરણ, વિવિધ યોજનાની જાણકારી, આંગણવાડીમાં નિયમિત પુર્ણા શક્તિ પુરક પોષણનો લાભ અને ફાયદા, અનિમિયા નિવારણ માટે જરૂરી પગલા પોષણ, પોષણ અને આરોગ્ય શિક્ષણ, ઘરેલું હિંસા વિશે માહિતગાર કરવામાં આવે છે. તેમજ સ્વ-બચાવની તાલીમ, અગત્યની યોજનાની વિસ્તૃત સમજ આપવા સેમિનારનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત મેળામાં વિશિષ્ઠ પ્રકારના જુદા-જુદા સરકારી વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500