Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાનાં સાત તાલુકાનાં તલાટીઓ માસ સી.એલ.મૂકી વિવિધ પ્રશ્નો સાથે ધરણા પર બેઠા

  • October 02, 2021 

ગુજરાત રાજ્યના તલાટી-કમ-મંત્રીના મહામંડળ દ્વારા વિવિધ પ્રશ્નો સાથે સરકારને આપવામાં આવેલ આવેદનના અનુંસંધાનમાં તાપી જિલ્લાના સાત તાલુકાના તલાટી-કમ-મંત્રીઓનું ધારણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના વ્યારા સહિત અન્ય તાલુકાના તલાટીઓ દ્વારા પોતાના વિસ્તારમાં રાજ્ય તલાટી-કમ-મંત્રીઓના મહામંડળ દ્વારા તલાટી-કમ-મંત્રીના વિવિધ પ્રશ્નોને લઇને તા.7/9/2021ના રોજ સરકારમાં આવેદન આપવામાં આવ્યું હતું, જેના અનુંસંધાનમાં તાપી જિલ્લાના વ્યારા સહિત અન્ય તાલુકાના તલાટીઓ માસ સી.એલ.મૂકી પરવાનગી લઇને બંને તાલુકાના તલાટીના પ્રમુખના અધ્યક્ષ સ્થાને ધારણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ધરણા પ્રદર્શનમાં તલાટી-કમ-મંત્રીના કેડરના પ્રશ્નો જેવા કે 2004 થી 2006ના વર્ષમાં નિમણૂંક પામેલા તલાટીના ફિકસ પગારના સમયગાળાને પ્રાથમિક શિક્ષકની માફક સેવા સળંગ ગણી બઢતી પ્રવર્તતા પગાર ધોરણના લાભો આપો. તા.1/1/2016 બાદ મળવાપાત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તો બાબતે યોગ્ય નિર્ણય લઈ મંજૂર કરવામાં આવે. વિસ્તરણ અધિકારી આંકડા વિસ્તરણ અધિકારી સહકારમાં પણ પ્રમોશન આપો.

 

 

 

 

 

આમ, રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટી મર્જ કરવા મહેસુલ વિભાગના 2017માં થયેલ પરિપત્રનો અમલ કરવો અને રેવન્યુ તલાટીની માફક તલાટી-કમ-મંત્રીને પ્રથમ ઉચ્ચતર ગ્રેડ-પે 4400 રૂપિયા આપો. 2006 માં નિમણૂંક પામેલ તલાટી-કમ-મંત્રીને 18/01/2017ના થયેલ પરિપત્ર મુજબના લાભો આપી પ્રથમ ઉચ્ચત્તર ધોરણ મંજૂર કરશે તેમજ ઈ-ટેસ કે અન્ય ઉપકરણથી તલાટી-કમ-મંત્રીની હાજરી પૂરવાના નિર્ણયો રદ કરવામાં આવે આંતર જિલ્લા ફેર બદલીના લાભો ઝડપથી આપવા નીતિ નકકી કરવા જેવા વિવિધ પ્રશ્ને ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application