સુરત એન્ટી કરપ્શન (ACB)બ્યુરોએ ઓલપાડ તાલુકાના ભાંડુત ગ્રામ પંચાયતના તલાટીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તલાટી કમ મંત્રીએ વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે રૂપિયા 11 હજારની લાંચ માંગી હતી. ACB બ્યુરોને એક જાગૃત નાગરિક તરફથી ફરિયાદ મળી હતી કે, ભાડુંત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હિતેન્દ્રકુમાર પરમાર નવા મકાનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે રૂપિયા 11 હજારની લાંચ માંગી હતી. રકઝકના અંતે 4000 લાંચ નક્કી થઈ હતી. જોકે ફરિયાદીને લાંચ આપવું મંજૂર નહીં હોય તેણે આ મામલે એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી. તેથી છટકું ગોઠવીને ACBએ હિતેન્દ્રકુમાર પરમારને રૂપિયા 4000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપી હિતેન્દ્રકુમાર પરમારને ડિટેઈન કરી ACBએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application