Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાંચિયાઓ આંગડીયા મારફત રૂપિયાની કરી રહ્યા છે લેવડ દેવડ : નર્મદા જિલ્લાની એક મહિલા તલાટી અને ફન્ટરિયો રૂપિયા ૧ લાખની લાંચમાં પકડાયા

  • September 23, 2022 

રાજ્યની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અને કામગીરી કરતા અધિકારીઓ અને કર્મચારીઓ હવે લાંચની રકમ સ્વીકારવા માટે આંગડીયા પેઢી મારફત રૂપિયા લેવડ દેવડ કરી રહ્યા છે.નર્મદા જિલ્લામાં  નાંદોદના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી નિતાબેન મોકમભાઇ પટેલ અને તેની સાથેનો ખાનગી વ્યક્તિ (ફન્ટરિયો) રૂપિયા ૧,૦૦,૦૦૦/- લાખની લાંચ સ્વીકારવા જતા એસીબીના હાથે ઝડપાયા છે.




મળતી માહિતી મુજબ એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદીની નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી હોય જે જમીનની દેખરેખ અને જમીન લગત અન્ય કામગીરી આ કામના ફરીયાદી સંભાળે છે. ખેતીની જમીનમાં ખેતીને લગત બીયારણ, ખાતર વિગેરે સરસામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવેલ, જેમાં વિજ મીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરેલ હતી. જોકે કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના ગ્રામ પંચાયતની મહિલા તલાટીએ રૂપિયા ૧,૦૦,૦૦૦/- લાખની લાંચની માંગણી કરેલ અને તે લાંચની રકમ આંગડીયા મારફતે ગાંધીનગર ખાતે તેનો ખાનગી વ્યક્તિ (ફન્ટરિયો) મહેશભાઇ અમૃતભાઇ આહજોલીયાને આપવા જણાવેલ.





જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય,ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી,ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે તા.૨૨/૦૯/૨૦૨૨ના રોજ લાંચના છટકાનું આયોજન કરતા,ફરીયાદીએ સુરતથી આંગડીયા મારફતે મોકલાવેલ રૂપિયા ૧,૦૦,૦૦૦/- લાંચની રકમ ગાંધીનગર આંગડીયાની ઓફિસ ખાતેથી (ફન્ટરિયો) મહેશભાઇ આહજોલીયા એ તેઓના ઓળખીતા બે વ્યક્તિઓ મારફતે લાંચની રકમ સ્વીકારેલ, લાંચના છટકાની કાર્યવાહી દરમ્યાન મહિલા તલાટી અને તેની ખાનગી ફન્ટરિયો બને જણા ગાંધીનગર ખાતેથી મળી આવ્યા હતા, હાલ એસીબીએ બન્ને આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી  હાથ હાથ ધરી છે.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application