Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રાઈએ તારીખ ૧ ડિસેમ્બરથી છેતરપિંડીની પ્રવૃત્તિઓને રોકવા અને ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે નવો નિયમ લાગુ કરશે

  • November 30, 2024 

ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેમાં નકલી ઓટીપી  મેસેજનો ઉપયોગ લોકોના ઉપકરણો સુધી પહોંચવા માટે કરવામાં આવે છે. જેના કારણે ઘણી વખત લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. આ છેતરપિંડીની પ્રવૃત્તિઓને રોકવા અને ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) એ એક નવો નિયમ લાગુ કરવાની તૈયારી કરી છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા નિર્દેશ આપ્યો છે. આ નિયમ ૧ ડિસેમ્બરથી લાગુ થઈ શકે છે. આ હેઠળ, ટેલિકોમ કંપનીઓ દ્વારા મોકલવામાં આવતા તમામ સંદેશાઓ શોધી શકાય તેવા હશે, જેથી ફિશિંગ અને સ્પામના મામલાઓને રોકી શકાય. નવા નિયમોના કારણે ગ્રાહકોને ઓટીપી  ડિલિવરીમાં થોડો વિલંબ થઈ શકે છે. જોકે, ટ્રાઈનું આ પગલું ગ્રાહકોને નકલી કોલ અને મેસેજથી બચાવવાનો એક મોટો પ્રયાસ છે.


ફિશિંગ અને સ્પામ જેવી છેતરપિંડીઓને ટ્રેક કરવામાં આવશે અને મેસેજ ટ્રેસિબિલિટી દ્વારા અટકાવવામાં આવશે. ટ્રાઈનો આ નિયમ ડિજિટલ ફ્રોડ ઘટાડવા અને સુરક્ષિત મેસેજિંગ સિસ્ટમ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. નવા નિયમો અનુસાર, હવે સંદેશ મોકલનારથી પ્રાપ્તકર્તા સુધી સંપૂર્ણ રીતે શોધી શકાય એવો હોવો જોઈએ. આ પહેલની જાહેરાત સૌપ્રથમ ઓગસ્ટમાં કરવામાં આવી હતી, જેમાં ટેલિકોમ કંપનીઓને આ ટ્રેસેબિલિટી પ્રક્રિયાઓ લાગુ કરવા માટે ૩૧ ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો કે, જીયો, એરટેલ, વોડા-આઈડિયા અને BSNL જેવી મોટી કંપનીઓની વિનંતી પર, આ સમયમર્યાદા ૩૦ નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી હતી.


હવે, ૩૦ નવેમ્બરની સમયમર્યાદા પછી, ટેલિકોમ ઓપરેટરો માટે મેસેજ ટ્રેસબિલિટી સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે. ટ્રાઈએ તબક્કાવાર રીતે આ નિયમોના અમલીકરણની મંજૂરી આપી હતી અને ઓપરેટરોને સુનિશ્ચિત કરવા કહ્યું હતું કે તમામ સંબંધિત સંસ્થાઓને ૩૦ નવેમ્બર સુધીમાં આ સૂચનાઓનું પાલન કરવાની ચેતવણી આપવામાં આવે.૧ ડિસેમ્બરથી, માર્ગદર્શિકાને અનુસરતા ન હોય તેવા વ્યવસાયોના સંદેશાઓ અવરોધિત થઈ શકે છે. વધુમાં, ટ્રેસેબિલિટી પ્રક્રિયાઓના અમલીકરણને કારણે ૧ ડિસેમ્બરથી ઓટીપી પ્રાપ્ત કરવામાં થોડો વિલંબ થવાની સંભાવના છે. જેના કારણે યુઝર્સને ઓનલાઈન બેંકિંગ, બુકિંગ અને અન્ય સેવાઓ માટે ઓટીપી મેળવવામાં વધુ સમય લાગી શકે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application