ઈસરોના ચંદ્ર મિશન ચંદ્રયાન-3ની સફળતા ભારત માટે ઐતિહાસિક સાબિત થઈ છે. વૈજ્ઞાનિકોની મહેનત અને સમર્પણના કારણે મળેલી સફળતાની ઉજવણીમાં રાજકીય રંગ પણ દેખાવા લાગ્યો છે.હકીકતમાં, TMC નેતા મહુઆ મોઇત્રાએ ISROની સફળતાને લઈને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ તેને હથિયાર બનાવશે.
તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું , “ઇસરો હવે બીજેપીનું 2024ની ચૂંટણીનું પ્રચાર સાધન છે. ચૂંટણી પહેલા રાષ્ટ્રવાદી ઉન્માદ ફેલાવવા માટે દરેક મિશનનો ઉપયોગ કરવામાં આવશે. બીજેપી સમર્થકો અને ટ્રોલ સેના દાયકાઓની વૈજ્ઞાનિકોની કડી મહેનત પ્રયાસો અને સંશોધનોને મોદી હૈ તો મુમકીન હૈના રૂપમાં દર્શાવવા માટે જ કામ કરી રહ્યા છે. જાગો, ભારતના લોકો જાગો. અને ના, હું રાષ્ટ્ર વિરોધી નથી.”
મહુઆ મોઇત્રાના આ નિવેદન પર લોકોની પ્રતિક્રિયા પણ આવી છે. એક યુઝરે લખ્યું, ‘ડરશો નહીં… કારણ કે તમે ચોક્કસપણે હારી જશો.’ ઈસરોએ 14 જુલાઈના રોજ બપોરે 2 વાગ્યે શ્રી હરિકોટાથી ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. 23 ઑગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરપર સોફ્ટ લેન્ડિંગ કરીને ભારતે ઇતિહાસ રચ્યો હતો. દુનિયાભરમાંથી ભારતના આ અભિયાન પર અભિનંદનની વર્ષા થવા લાગી હતી. આ દરમિયાન પીએમ મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે જોહાનિસબર્ગમાં હાજર હતા. તેમણે વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેઓ ભારતની આ સિદ્ધિના સાક્ષી બન્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500