વર્તમાન સમયમાં ડિપ્થેરીયા મોટી ઉંમરના બાળકોને પ્રભાવીત કરી રહ્યો છે. જેના કારણે ટીડી (Td) ની રસી જ બચવાનો એક માત્ર ઉપાય છે. ત્યારે ભરૂચ જિલ્લાના તમામ કિશોર અને કિશોરીઓને સ્વાસ્થ્ય જળવાયેલું રહે અને ટીટેનસ અને ડિપ્થેરીયા સામે રક્ષણ મળે એ માટે ભરૂચ જિલ્લાની તમામ શાળાઓમાં ઓગષ્ટ અને સપ્ટેમબ૨ એમ બે મહીના સુધી અભિયાન હાથ ધરાવામાં આવ્યુ છે.
આ અભિયાન અંતર્ગત ૧ ઓગસ્ટ ૨૦૨૨ થી ભરૂચ જિલ્લામાં ૧૦ વર્ષ અને ૧૬ વર્ષની વય ધરાવતા બાળકો તેમજ શાળાએ ન જતા બાળકોને ટીડી (Td) ૨સીક૨ણ ક૨વાનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. આ રસીકરણથી ટીટેનસ અને ડિપ્થેરીયાના જેવાં રોગ સામે રક્ષણ મેળવવા ટીડીની રસી અત્યંત જરૂરી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ૧૦ અને ૧૬ વર્ષની વય ધરાવતા શાળાએ જતાં બાળકો અને શાળાએ ન જતા તમામ બાળકોનો સમાવેશ કરાયો છે.
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના ખરોડ પ્રાથમિક શાળામાં આરોગ્ય વિભાગના ચેરમેનશ્રી આરતીબેન પટેલના હસ્તે ટીડી (Td) ૨સીકરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ સાથે જિલ્લા કલેકટ૨શ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા તમામ ૧૦ અને ૧૬ વર્ષના ધરાવતા કિશોર અને કિશોરીઓ માટે ૨સી લેવા માટે અનુરોધ ક૨વામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500