Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી એલ.સી.બી.એ ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે બે’ને ઝડપી પાડ્યા, બે વોન્ટેડ

  • October 17, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના વીરપુર ગામની સીમમાંથી પસાર થતાં હાઈવે ઉપરથી એક મીની ટેમ્પોમાં મરચાની આડમાં લઈ જવાતો ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે મહારાષ્ટ્રના બે ઈસમોને ઝડપાયા હતા, જયારે આ કામે બે’ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. અંગેની પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે નંબર-53 સોનગઢથી સુરત જતા રોડ ઉપર એક પીળા કલરનો મીની ટેમ્પોમાં બે ઈસમો મરચાની ગુણની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી નંદુરબારથી નીકળી સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો વ્યારા ખેતેશ્વર હોટલ પાસેના નેશનલ હાઈવે નંબર-53 પરના વીરપુર બાયપાસ ખાતે હાઈવેની ટાવર લાઈટના અજવાળામાં અલગ અલગ ટીમ બનાવી વોચમાં ઉભા હતા.



તે દરમિયાન સોનગઢથી સુરત જતા ટ્રેક પર સોનગઢ તરફથી બાતમી વાળો મીની ટેમ્પો નંબર GJ/02/Z/6863ને આવતાં જોઈ ઉભો રાખવાનો પ્રયત્ન કરતા ટેમ્પો ચાલકે ટેમ્પો હંકારી જતાં પોલીસ સ્ટાફના માણસોએ પીછો કરી ટેમ્પોને વીરપુર ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર-53 પર ભારત પેટ્રોલીયમ કંપનીના પેટ્રોલ પંપ સામે સોનગઢથી સુરત જતા ટ્રેક ઉપર આયોજન પૂર્વક કોર્ડન કરી રોકી લીધો હતો. ત્યારબાદ પોલીસે બંનેને નીચે ઉતારી નામ પૂછતા ચાલકે પોતાનું નામ, દીપક બંસીલાલ પાટીલ (રહે.એકતાનગર, નંદુરબાર) અને તેની બાજુમાં બેસેલ ક્લીનરનું નામ આઝીમ જાકીર ઈનામદાર (રહે.જામા મસ્જીદ, સાંક્રી રોડ, નંદુરબાર)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બંનેને સાથે રાખી ટેમ્પોમાં તપાસ હાથ ધરતા ટેમ્પોના પાછળનાં ભાગે ચેક કરતા મરચા ભરેલ પ્લાસ્ટીકની ગુણો ભરેલ હોય જે હટાવી જોતા ખાખી કલરના પૂંઠાનાં બોક્ષમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ 1200 નંગ બોટલો મળી હતી



જેની કિંમત રૂપિયા 1,20,000/- હતી. જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો ખેતીયા ખાતેના ભાઉ    નામના ઈસમે મરચાના આડમા દારૂનો જથ્થો સંતાડી આપ્યો અને આ  દારૂનો જથ્થો નંદુરબારથી ખાતેથી નીકળી, ધાનોરા થઈ કેસરપાડા, ઉચ્છલ થઈ સાકરદા ફાટક પસાર કરી નેશનલ હાઈવે નંબર-53 પર આવી સોનગઢ વ્યારા-બારડોલી-કડોદરા થઈ સુરત ખાતે પહોંચી શફીભાઈ શેખ (રહે.ચોકબજાર, સુરત) નાને પહોચાડવાનું હતું. આમ, પોલીસે ટેમ્પો, ઈંગ્લીશ દારૂની કુલ 1200 નંગ બોટલો, 2 નંગ મોબાઈલ, રોકડા રૂપિયા અને મરચા ભરેલ પ્લાસ્ટીકની ગુનો 15 જેની કિંમત રૂપિયા 9,000/- મળી કુલ રૂપિયા 2,37,850/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે દારૂ ભરી આપનાર અને મંગાવનાર બંનેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application