ભરૂચ-નર્મદા નદીએ ૨૪ ફૂટ ની ભયજનક સપાટી વટાવી,નદીના જળ સ્તરમાં સતત વધારો,કાંઠા વિસ્તાર માંથી ૨૦૦ થી વધુ લોકોનું સ્થળાંતરમધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર, ગુજરાત માં સારા વરસાદ બાદ ડેમ ની જળ સપાટી માં સતત વધારો નોંધાયો છે,ઉપરવાસમાં વરસાદી માહોલ બાદ તમામ ડેમ છલોછલ થયા છે,ત્યારે નર્મદા જિલ્લા સ્થિત આવેલ ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ની જળ સપાટી માં ધરખમ વધારો નોંધાયો છે,ડેમ માં સતત પાણીની આવક ના પગલે ડેમ ની જળ સપાટી ૧૩૫ મીટરને પાર પહોંચી ચૂકી છે,જે બાદ તંત્ર દ્વારા ડેમ નું રૂલ લેવલ જાળવવા માટે ડેમ ના તમામ દરવાજા ખોલી નર્મદા નદીમાં જળ વહેતુ કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે નર્મદા ડેમ ની મહત્તમ સપાટી ૧૩૮,૬૮ મીટર છે,ત્યારે ઉપરવાસ માંથી સતત ડેમ માં પાણીની આવક નોંધાઈ રહી છે જેની સામે જાવક માટે હવે તંત્ર દ્વારા ડેમ ના દરવાજા ખોલી નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમ ભાગ માં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે,સરદાર સરોવર નર્મદા ડેમ હાલ તેની મહત્તમ સપાટી થી ગણતરીના મીટર નીચે વહી રહ્યું છે, ડેમ ના દરવાજા ખોલવામાં આવતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા નદી ના કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.
નર્મદા નદી હાલ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે સવારે ૧૦ કલાક સુધી ૨૪ ફૂટના ભયજનક લેવલને પાર કરી ૨૫ ફૂટ આસપાસ વહી રહી છે,ભરૂચ નજીક સતત નર્મદા નદી માં વધતા જળ સ્તર ના પગલે આસપાસ ના ઝૂંપડ પટ્ટી વિસ્તારો માંથી તંત્રએ ૨૦૦ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડયા હોવાનું જાણવા મળ્યું છે,ડેમ માંથી સતત છોડવામાં આવતા પાણી ના પગલે ભરૂચ, અંકલેશ્વર, અને ઝઘડિયા આસપાસ ના વિસ્તારો પુર નો ખતરો ટોળાઈ રહ્યો છે.
ભરૂચ નજીક નર્મદા નદી તેના રોદ્ર સ્વરૂપ માં આવતા સ્થાનિક કાંઠા વિસ્તાર ના લોકોએ સલામત સ્થળે ખસવાની નોબત આવી છે,તો બીજી તરફ જો સપાટી વધી ૩૦ ફૂટ ને પાર પહોંચે તો શહેરી નીચાણવાળા વિસ્તાર ફુરજા ચાર રસ્તા,વેજલપુર ઓવારા, દાંડીયા બજાર,કસક,સહિત ના અનેક વિસ્તારોમાં પુર ના પાણી પ્રવેશવાની સાંભવના નકારી શકાય તેમ નથીઃ હાલ તો નદીમાં વધતા જળ પ્રવાહ ના પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે,સતત સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે,સાથે જ ભરૂચ નગર પાલિકા ફાયર વિભાગ સહિત સ્થાનિક મામલદાર અને ફ્લડ કન્ટ્રોલના કર્મીઓ પણ સતત સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500