ગુલાબ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતની સાથે ઉકાઈડેમના ઉપરવાસમાં આવેલા ગેજ સ્ટેશન વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જેના પગલે ઉકાઈડેમમાં પણ સતત વિપુલ પ્રમાણમાં પાણીની જથ્થો આવતા સપાટી ૩૪૨ ફુટને પાર કરી ચુકી છે. અને હજુપણ મોટા પ્રમાણમાં પાણી આવવાની સાથે ભારે વરસાદની આગાહી હોવાને કારણે તંત્રવાહકો દ્વારા ડેમમાં આવતા પાણીના સંગ્રહ માટે જગ્યા કરવા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થામાં તબક્કાવારી રીતે વધારો કરવામાં આવી રહ્યો છે આજે સવારે ઉકાઈડેમની સપાટી ૩૪૧.૩૬ ફુટ નોધાઈ હતી અને ડેમમાં ૩,૧૦,૫૨૩ ક્યુસેક પાણીની આવક ચાલુ હતુ જેની સામે ડેમના ૧૫ દરવાજા ખોલીને ૨,૦૫,૭૫૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે બાર વાગ્યે ડેમમાં પાણીની આવકા ૩,૧૦,૫૨૩ ક્યુસેક અને જાવક ૨,૦૫,૭૫૫ ક્યુસેક કરી દેવામાં આવી હતી.તાપી નદીમાં પણ સતત નવા નીર આવતા બને કાંઠે વહેવા લાગી છે.
હજુ પણ ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણી આવી રહ્યું છે.
ઉકાઈડેમના સુત્રોના જણાવ્યા મુજબ આજે સવારે અગિયાર વાગ્યે ઉકાઈડેમની સપાટી ૩૪૧.૩૦ ફુટ નોધાઈ હતી જયારે તેનું રૂલલેવલ ૩૪૫ ફુટ છે ડેમમાં ૩,૩૭,૭૮૫ ક્યુસેક પાણીની આવક નોધાઈ છે જેની સામે ડેમના ૯ ગેટ ૭ ફુટ અને ૬ ગેટ ૬ ફુટ સુધીને ખોલી ડેમમાંથી ૨,૦૫,૭૫૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેવાને કારણે હજુ પણ ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણી આવી રહ્યું છે.
પ્રકાશા અને હથનુર ડેમમાંથી છોડવામાં આવતા પાણી ઉપર સતત ચાપતી નજર
પ્રકાશા ડેમમાંથી ૨,૪૪,૨૧૧ અને હથનુર ડેમમાંથી ૬૩,૨૦૨ ક્યુસેક પામી છોડવામાં આવી રહ્યું છે આ પાણીનો જથ્થો પણ આગામી કલાકોમાં ડેમમાં ઠલવાશે અને બીજી તરફ વરસાદ પડવાનુ યથાવત વચ્ચે ભારે વરસાદની આગાહી હોવાને કારણે તંત્રની ચિંતા વધી જવા પામી છે. તંત્રવાહકો દ્વારા ઉપરવાસના વરસાદ તથા પ્રકાશા અને હથનુર ડેમમાંથી છોડવામાં આવતા પાણી ઉપર સતત ચાપતી નજર રાખી રહ્યા છે અને ત્યાંથી આવતા પાણીના જથ્થામાં જગ્યા માટે ડેમમાંથી સતત પાણી છોડી સપાટી મેઈન્ટેન કરી રહ્યા છે.(ફોટો/કલ્પેશભાઈ વાઘમારે-ઉકાઈ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500