Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાણવા જેવું : બાળકોમાં કોરોનાના લક્ષણો 5 થી 6 દિવસમાં દેખાવા લાગે છે-ડો.નિરવ કરમટા

  • April 09, 2021 

હાલ વિશ્વમાં કોવિડ-19નો બીજો વેવ ચાલી રહ્યો છે. આ વખતે વાઈરસ અગાઉ કરતાં વધુ ઈન્ફેકટીવ છે અને બાળકોમાં પણ કોવિડ-19નાં પુષ્કળ દર્દી જોવા મળી રહ્યા છે. આ ચેપ બાળકોમાં ફેલાતો અટકાવવા માટે બાળકોને રૂટીન પ્રિવેન્ટીવ મીઝર્સ શીખવાડવા ખુબજ જરૂરી છે શક્ય હોય ત્યાં સુધી ભીડભાડ વાળી જગ્યાઓ જેમ કે, પ્રસંગો, જાહેર ખાણી-પીણીની જગ્યાઓ વગેરેએ જવાનું ટાળવું. જો ફરજીયાત જવું પડે તો સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવતાં શીખવવું.

 

 

 

 

2 વર્ષથી ઉપરનાં તમામ બાળકોને જાહેર જગ્યાઓ પર તથા ઘરની બહાર જતા પહેલા માસ્ક ફરજીયાત પહેરાવવું. રૂટીન ફીઝીકલ એક્ટીવીટી બાળકોનાં શારીરિક અને માનસીક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ જો આડોશ-પાડોશમાં કોઈને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો હોય તો સાવચેતી રાખવી.

 

 

 

 

જો ઘરમાં કોઈને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો હોય તો તેણે તરત જ સેલ્ફ આઇસોલેટ થવું અને ચેકઅપ કરાવવું જેથી બાળકને ચેપ ન લાગે. બાળકને પ્રોપર હેન્ડવોશીંગ ટેકનિક શીખવવી. હાથ વારંવાર સાફ કરાવવા અને હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવવું. જો બાળક 6 વર્ષથી નાનું હોય તો સેનીટાઇઝરનો ઉપયોગ વડીલોની દેખરેખ હેઠળ જ કરાવવો તેમ જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. નીરવ કરમટાએ જણાવેલ છે.

 

 

 

 

બાળકોમાં ચેપ લાગ્યેથી સરેરાશ 5 થી 6 દિવસની અંદર કોવિડ-19નાં લક્ષણો દેખાવા શરૂ થાય છે જે કોઈ પણ સાધારણ સીઝનલ ઈન્ફેક્શન જોવા જ હોય છે. તાવ આવવો, માથું દુખવું, નબળાઈ લાગવી, એ સૌથી કોમન લક્ષણો છે જે સરેરાશ 3 થી 5 દિવસ ચાલે છે. આની સાથે-સાથે ગળુ દૂખવું, શરદી-ઉધરસ, પેટમાં દૂખાવો, ઝાડા-ઉલ્ટી, વગેરે લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.

 

 

 

 

આથી આવા કોઈ પણ લક્ષણો જણાય તો તરત જ આપનાં બાળકને પીડીયાટ્રીશ્યન પાસે ચેકઅપ માટે લઈ જવું. ચેકઅપ માટે જતી વખતે અગાઉથી કોલ કરી ડોક્ટરનો અલગથી સમય માંગીને જવું જેથી ચેપને અન્ય દર્દીઓને ફેલાતો અટકાવી શકાય. મોટાભાગનાં બાળકોમાં માંદગીની તીવ્રતા સાધારણ હોય છે અને રીકવર થતાં 8 થી 10 દિવસનો સમય લાગે છે. આ સમય દરમિયાન બાળકને પુષ્કળ પ્રવાહી આપવા અને સાત્વિક અને આરોગ્યપ્રદ ખોરાક આપવો, જેથી શરીરની રોગપ્રતિકાર શક્તિ જળવાઈ રહે.

 

 

 

 

બાળકોને તાજા ફળ અને જ્યુસ આપવા. ડોકટરની સલાહ અનુસાર દવાઓ આપવી. બાળકનું બ્લડ ઓક્સિજન લેવલ  રેગ્યુલર મોનીટર કરવું. સમયસર લીધેલી સારવાર કોમ્પ્લીકેશન્સથી બચવામાં મદદરૂપ થાય છે. છતાં પણ જો બાળકને તાવ ન ઉતરે, ખૂબ જ નબળાઈ આવે, ખોરાક ન લઈ શકે, શ્વાસમાં તકલીફ પડતી જણાય અથવા બ્લડ ઓક્સિજન લેવલ 95%થી નીચે જતા જણાય તો દાખલ થયું જોઈએ તેમ ડો.નીરવ કરમટાએ જણાવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application