દિલ્હીમાં આજે રાજપથ પર ગણતંત્ર દિવસની શાનદાર પરેડ યોજાઈ હતી. આ વખતે જોકે નોંધપાત્ર બાબત એ રહી હતી કે, કોરોનાના કારણે કોઈ વિદેશી મહેમાનને હાજર રખાયા નહોતા પણ સફાઈ કર્મચારીઓ, નર્સ, ઓટો રીક્ષા ચાલક અને શ્રમજીવીઓને પરેડ માટે વિશેષ મહેમાન તરીકે બોલાવાયા હતા.આવા 565 લોકોને પરેડ માટે આમંત્રિત કરાયા હતા. જેમાં 250 શ્રમજીવીઓ, 115 સફાઈ કર્મીઓ, 100 ઓટોરિક્ષા ચાલકો અને 100 નર્સોનો સમાવેશ થતો હતો. નવા સંસદ ભવન સહિતના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કામ કરી રહેલા શ્રમજીવીઓને પરેડ જોવા માટે આમંત્રણ અપાયુ હતુ. આ પૈકીના કેટલાક તો એવા હતા જેમણે ક્યારેય પરેડ જોઈ નહોતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application