Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ આશ્રમ સૂપા ખાતે સ્વામી શ્રદ્ધાનંદજી બલિદાન દિવસ ઉજવાયો

  • January 09, 2024 

ગુજરાત ગુરુકુળ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા ખાતે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌ પ્રથમ કાર્યક્રમ ૨૩ ડિસેમ્બર સ્વામી શ્રદ્ધાનંદજી બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૧૯૨૪માં પુર્ણા નદીના કિનારે ગુરુકુલ સુપા આશ્રમનું ઉદ્ઘાટન અને સ્થાપના સ્વામી શ્રદ્ધાનંદજી એ કરી હતી આશ્રમના પરિસરમાં સૌપ્રથમ વૈદિકયજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર આશ્રમના પરિવારોએ યજ્ઞમાં આહુતિ આપી ગુરુકુલના બ્રહ્મચારીઓને સ્વામી શ્રદ્ધાનંદજી જન્મ અને તેમની જીવન ગાથા સહ મુખ્યાધિષ્ઠાતા સુરેશભાઈ રત્નાણી દ્વારા રજૂ કરાઈ હતી.



ગુજરાત ગુરુકુલ સભાના ટ્રસ્ટી અને પ્રમુખ દ્વારા આર્ય ધ્વજને સલામી આપવામાં આવી હતી. ધોરણ-૯નાં બ્રહ્મચારી યુગ દ્વારા સ્વામી શ્રદ્ધાનંદજી જીવન કહાની વિદ્યાર્થીઓને સંભળાવવામાં આવી હતી સંસ્થાના ટ્રસ્ટી દ્વારા સંસ્થાના ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે જુના સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા સંસ્થાના અંતર્ગત સદસ્ય પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા માર્ચપાસ્ટ અને બેન્ડ દ્વારા બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી શતાબ્દી મહોત્સવ પ્રસંગે આવનારા સમયમાં અન્ય કાર્યક્રમ પણ યોજાશે તેવું સંસ્થાના મુખ્યાધિષ્ઠાતા આચાર્યશ્રીએ જણાવ્યું હતું. પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ આભાર વિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમમાં ગુરુકુલ પરિવાર જોડાયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application