નાગરીકોને પોતાના ગામ સહિત દેશને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા અનુરોધ કરાતા આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઘાસીયામેઢા ખાતે “સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે “સ્વચ્છતા હી સેવા” તથા “એક પેડ મા કે નામ” કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી હળપતિએ સૌ નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું હતુ કે આપણી પ્રથમ જવાબદારી સ્વચ્છતા છે.
આપણુ ઘર,ગામ,ફળિયુ ચોખ્ખું હશે તો આપણો જિલ્લો, રાજ્ય અને દેશ ચોખ્ખો બનશે. આપણા દેશના વડાપ્રધાનશ્રીનું એક સ્વપ્ન છે કે આપણો દેશ વિકસિત બને અને અન્ય વિકસિત દેશોની હરોળમાં આગળ આવી ઉભો થાય અને એ દિશામાં આપણે આગળ વધવાનું હોય તો આપણે બધાએ સફાઇ અભિયાનમાં જોડાઇ આપણી આસપાસની તમામ જગ્યાઓની સ્વચ્છતા જાળવવી જોઇએ. વધુમાં રજ્યમંત્રીશ્રીએ “એક પેડ માં કે નામ” અંતર્ગત આપણા જિવનમાં માતા અને વૃક્ષનું મહત્વ કેટલુ છે એ સમજાવી પોતાની જનની ના નામે વૃક્ષ વાવી ગામને હરિયાળુ બનાવવા અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા હી સેવા" અને " એક પેડ માં કે નામ" કાર્યક્રમ અંતર્ગત આદિજાતિ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ અને અન્ય અધિકારી પદાધિકારીઓ સહિત ગ્રામજનો સફાઇ આભિયાનમાં જોડાયા હતા અને ત્યાર બાદ વૃક્ષારોપણ કરી તાપી જીલ્લા સહિત ભારત દેશને સ્વચ્છ અને હરિયાળુ બનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application