'સ્વચ્છતા હી સેવા' માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ભરૂચના તમામ તાલુકામાં સ્વચ્છતા હી સેવાના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના તમામ ગામડાઓમાં ગાર્બેજ ફ્રી ઇન્ડિયાની થીમ સાથે ગામો કચરા મુક્ત બને તે માટે સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ ઝગડીયાના સુલ્તાનપુરા તાલુકા પ્રમુખે આરંભ કરાવી સાફસફાઈ કરી હતી.
'સ્વચ્છતા હી સેવા' માસની ઉજવણી દરમ્યાન જિલ્લાના આરોગ્ય કેન્દ્રો/આંગણવાડીઓ/શાળાઓ/વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌશાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ કરાશે. દરેક ગામમાં ઓછામાં ઓછી એક શ્રમદાન ગતિવિધિનું આયોજન કરાશે. સંપૂર્ણ શ્રમદાન 'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' અને 'ઝીરો વેસ્ટ'ને પ્રોત્સાહન મળે તે પ્રકારનું રહેશે. આ સ્વચ્છતા હી સેવા "garbage free india" અંતર્ગત ઝગડીયા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સભ્યો,ટીડીઓ સાહેબ, ગામ પંચાયતના સરપંચ સાહેબ, તલાટીશ્રી, આગેવાનો તેમજ એસ બી એમ ના બ્લોક કો ઓર્ડીનેટરશ્રી એન્જીનીયર દ્વારા સફળતા પૂર્વક સાફ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500