સમગ્ર રાજ્ય સાથે તાપી જિલ્લામાં પણ ‘સ્વચ્છતાના હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આઠ અઠવાડીયા ચાલનાર આ અભિયાનમાં દર રવિવારે ‘સફાઇ રવિવાર’ તરીકે ઉજવણી કરી અલગ અલગ જગ્યાઓની સામુહિક સફાઇ હાથ ધરવામાં આવે છે. તાપી જિલ્લામાં આજરોજ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ‘સફાઇ રવિવાર’ તરીકે ગ્રામપંચાયત કચેરીની સામુહિક સફાઇ હાથ ધરવામાં આવી છે. તાપી જિલ્લામાં આ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન જાગૃત નાગરિકોના સાથ સહકાર થકી મહાઅભિયાનમાં પરિણમ્યું છે.
જેમાં વ્યારા તાલુકાના કસવાવ, ડોલારા ગામ ખાતે, છીરમાં ગામે, કપુરા ગામે, વાંસકુંઇ, ઉમરકૂઈ ગામે, સોનગઢ તાલુકામાં ચોરવાડ ગામે, ગ્રામ પંચાયત વેલઝર, ચિખલી ભેંસરોટ, ગ્રામ પંચાયત ઘુંટવેલ, આમાલપાડા ગામે, ગ્રામ પંચાયત મોટીખેરવાણ, ઘોડચીત ગામે, ડોલવણ તાલુકાના બોરકચ્છ ગામે તથા વાલોડ તાલુકાના માલોઠા, પેલાડ બુહારી, દેગામા ગામે, અંત્રોલી ગામે, નિઝર તાલુકાના હિંગલા ગામ, રૂમકીતલાવ, ખોડદા પંચાયત, વ્યાવલ ગામ પાસે, ઉચ્છલ તાલુકાના મોહિની ગ્રામ પંચાયત, મીરકોટ ગ્રામ પંચાયત, થુટી ગ્રામ પંચાયત, સુંદરપુર ગામે, કુકરમુંડા તાલુકાના મોદલા પંચાયત, બહૂરૂપા પંચાયત, ઉભદ ગામ, આષ્ટા પંચાયત પાસે સરપંચશ્રી, પંચાયતના સભ્યો તથા સ્વચ્છતા પ્રેમી ગ્રામજનો બહોળી સંખ્યામાં સાથે મળી પંચાયત ઘર તથા કચેરીની આસપાસ સફાઇમાં સહભાગી બન્યા હતા. નોંધનિય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ‘નિર્મળ ગુજરાત’ના આપેલા વિચારને “સ્વચ્છતા હી સેવા” અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે આઠ અઠવાડિયા સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500