મહારાષ્ટ્રના કોલ્હાપુરથી રાજસ્થાનના ઉદયપુર દાગીના લઈ જતી કારને વલસાડ રૂરલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ વલસાડ પાસેથી પસાર થતાં પોલીસે શંકાસ્પદ લાગતી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો,ડ્રાઈવરે કાર રોકવાના બદલે ભગાડી મૂકી હતી. જેથી પોલીસે કારનો પીછો કરી ધમડાચી રામદેવ ધાબા પાસે આંતરી હતી.
શરૂઆતમાં તો પોલીસને કારમાં કંઈ દેખાયું ન હતું,પરંતુ સીટની પાછળ ચેક કરતાં એક લોકવાળું ચોરખાનું બનાવેલું જોવા મળ્યું હતું, જે ખોલતાં એમાંથી 46 પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી, જેમાં ચાંદીનાં પાયલ હતાં. પોલીસે આ દાગીનાનું બિલ માગતાં કારમાં સવાર લોકો રજૂ કરી શક્યા નહોતા.
પોલીસે શંકાના આધારે આ જથ્થો કબજે લીધો છે અને ત્રણેય શખસની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસ કારના ચોરખાનામાંથી જે 173 કિલો ચાંદીના દાગીના કબજે કર્યા છે એની કિંમત અંદાજે એક કરોડ 13 લાખ રૂપિયા કરતાં વધુ થવા જાય છે. વલસાડ રૂરલ પોલીસે 41 (1)ડી મુજબ શંકાસ્પદ ચાંદીનો જથ્થો કબજે લીધો છે. જ્યારે કારમાં સવાર કારચાલક વિજય રામચંદ્ર પાટીલ, સંતોષ ગણપતિ અને સતીષ ગણપતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500