મહારાષ્ટ્રમાં આવેલા નંદુરબાર શહેરમાં પત્ની સાથે આડા સંબંધના વહેમમાં જલગાંવમાં રહેતા પતિએ અને તેના પરિવારના સભ્યએ નંદુરબાર શહેરમાં આવી ફરિયાદીના બંધ મકાનના તાળા તોડી ઘરમાં જઈને તોડફોડ મચાવી હતી. બનાવ અંગે નંદુરબાર શહેર પોલીસ સ્ટેશનમાં મહિલાનો પતી સહીત 8 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નંદુરબાર શહેર વિસ્તારમાં આવેલા કંજારવાડામાં રહેતા અને મજુરી કામ કરતા સચિન કિશોર ભાટ (ઉ.વ.34)ને આકાશ ગણેશ રાયચંદની પત્ની સાથે આડો સંબંધ હોવાની શંકા આકાશને હતી.
તારીખ 14 જુનના રોજ સવારે 7 વાગ્યે તેના ભાઈ ગોવિંદા રમેશ રાયચંદ, ભિકાન ગણેશ રાયચંદ સાથે શિન રાજેશ રાયચંદ, સોનિયા રાજેશ રાયચંદ, ગૌવર અજય રાયચંદ, સંતોષ ગણેશ અજય રાયચંદ, રાજેશ નથ્થુ રાયચંદ (તમામ રહે.જાખાણી નગર, સિંઘી કોલાની, જલગાંવ)એ સાથે ભેગા થઈ સચિન ભાટના બંધ મકાનનાં તાળા તોડી ઘરમાં હોકી સ્ટિક અને લાકડી વડે બારી-બારણા, પલંગ, કબાટો અને બાથરૂમમાં તોડફોડ કરી આશરે 40 હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડયું હતું. જેની ફરિયાદ ભોગ બનનાર શખ્સે 19 જુનનાં બુધવારે બપોરે 12 વાગ્યે નંદુરબાર શહેર પોલીસ મથકે આપતા પોલીસે મહિલાના પતિ આકાશ રાયચંદ અને તેના બે સગા ભાઈ સહિત 8 શખ્સો વિરૂદ્ધ ગુનો નોધાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500