Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : મોબાઈલ ચોરી કર્યાની શંકા રાખી યુવકને પાઇપથી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • October 16, 2023 

ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર વલાદ પાસે નર્સરીમાં કામ કરતાં યુવક ઉપર મોબાઈલ ચોરી કર્યાની શંકા રાખીને તેના જ ગામના મિત્રએ પાઇપથી માર માર્યો હતો અને વચ્ચે છોડાવા માટે પડેલા યુવકના કાકા અને અન્ય શખ્સને પણ માર્યા હતા. ઘાયલ યુવકને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ મામલે ડભોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં રહેતો કન્હીલાલ ઠાકુરદાસ કુશવા ચિલોડા નરોડા હાઇવે ઉપર વલાદ પાસે આવેલી ઠાકોરજી નર્સરીમાં કામ કરે છે અને આસપાસના વિસ્તારમાં ફૂલ છોડ વેચવા માટે જતો હોય છે.



ત્યારે ગત શુક્રવારે સાંજના સમયે કનહીલાલ અને તેના કાકા અર્જુનસિંહ તેમજ કૌટુંબી ભાઈ સાથે જમવા માટે બેઠા હતા તે સમયે મૂળ તેમના ગામનો અને નજીકની જ નર્સરીમાં કામ કરતો આલોક રાજપુત ત્યાં આવ્યો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે, આપણા બંનેના મોબાઈલ ક્યાંક ખોવાઈ ગયા હતા. જે મોબાઈલ તારી પાસે જ છે મને આપી દે, જેથી આ યુવાને કહ્યું હતું કે, મારો મોબાઇલ પણ ખોવાઈ ગયેલ છે અને મારી પાસે કોઈ મોબાઈલ ફોન નથી. જેથી આલોક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળા ગાળી કરીને તેના હાથમાં રહેલી લોખંડની પાઇપથી હુમલો કરી દીધો હતો. જેના પગલે યુવકના કાકા અર્જુનસિંહ અને ભાઈ છોડાવવા માટે વચ્ચે પડતા તેમની ઉપર પણ હુમલો કરી દીધો હતો. ત્યારબાદ જતા જતા યુવાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ ઘાયલ યુવકને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની ફરિયાદના આધારે ડભોડા પોલીસે આરોપી આલોક બલવીર રાજપૂત સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application